તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 18th May 2026
દેડિયાપાડાના ગુલદાચાંબા ગામે પુત્રની હત્યા કરનાર પિતાને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો
ગુલદાચાંબા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગુલદાચાંબા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી હતી. જેમાં પુત્રની હત્યા કરનાર પિતા ને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી જેલ ભેગો કર્યો છે.
મળતી માહિતી અને પોલીસ ફરિયાદ મુજબ મનિષ મોહનભાઈ વસાવાએ પોતાના પિતા પાસે પાણી અને જમવાનું માંગ્યું હતું. ત્યારે પિતા મોહનભાઈ કહ્યું કે હું ખેતીકામ કરીને થાકી ગયો છું, તારી જાતે જમવાનું લઈ લે, આ દરમિયાન ઉશ્કેરાયેલા પુત્ર મનિષ વસાવાએ પોતાના પિતા મોહનભાઈને બે થપ્પડ મારી દીધી હતી. ઘટનાથી ક્રોધે ભરાયેલા મોહનભાઈએ પોતાના જ પુત્ર મનિષ પર કુહાડીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મનિષને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા દેડિયાપાડા પોલીસે આરોપી મોહન ડુંગરિયા વસાવાને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
