<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

સુરતમાં ગાંધીજીના ફોટા સાથે અશ્લીલ રીલ બનાવવાના મામલે પોલીસે એક મહિલાની ધરપકડ

સિમરન અમિત પટેલની સુરતી આઇકોન ખાતેથી ધરપકડ :લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કર્યાનો આક્ષેપ

સુરતમાં ગાંધીજીના ફોટા સાથે અશ્લીલ રીલ બનાવવાના મામલે પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલા સિમરન અમિત પટેલે ચલણી નોટ પરના ગાંધીજીના ફોટા સાથે બિભત્સ હાવભાવ જોડી વીડિયો બનાવ્યો હોવાનો આરોપ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આરોપી મહિલાના ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે IT એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સિમરન અમિત પટેલની સુરતી આઇકોન ખાતેથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કર્યાનો આક્ષેપ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

(7:33 PM IST)