<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સુરતમાં તહેવારોને લઈ પોલીસ એક્શન મોડમાં: વેપારીઓની સુરક્ષા માટે 10 માર્ગદર્શિકા જાહેર

સેક્ટર-1ના જોઈન્ટ પોલીસ કમિશનરે જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને હીરાના વેપારીઓ સાથે બેઠક યોજી :બેઠકમાં ઘરેણાં અને રોકડની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ

સુરતમાં તહેવારોના સમયગાળા દરમિયાન ગુનાખોરી અટકાવવા અને વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ એક્શન મોડમાં આવી છે. સેક્ટર-1ના જોઈન્ટ પોલીસ કમિશનરે જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને હીરાના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. 

  આ બેઠકમાં ઘરેણાં અને રોકડની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓને લૂંટ અને ચોરી જેવી ઘટનાઓથી બચવા માટે 10 માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર પોતાની લાઇવ લોકેશન, અવરજવર અને કિંમતી માલસામાન અંગેની વિગતો જાહેર ન કરવાની સલાહ અપાઈ છે. 

 આ ઉપરાંત વેપારીઓને સુરક્ષાનાં જરૂરી પગલાં લેવા અને શંકાસ્પદ વ્યક્તિઓ કે પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચવાયું છે. તહેવારો દરમિયાન હીરા બજાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી અસામાજિક તત્ત્વો પર નજર રાખી ગુનાખોરીને કાબૂમાં લઈ શકાય.

(11:47 AM IST)