તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
અમદાવાદના વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર
પોલીસ ટીમ તેને સિવિલ હોસ્પિટલથી પરત પોલીસ સ્ટેશન લાવી, ત્યારે ગાડીમાંથી ઉતરતા સમયે દરવાજા પાસે જ પોલીસને ચકમો આપી તે ભાગી છૂટ્યો

પોલીસ સ્ટેશનના દરવાજા પાસેથી જ આરોપી નાસી છૂટવામાં સફળ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસની સુરક્ષા અને કામગીરી પર સવાલો ઉભા કરતી ઘટના બની છે. પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી અશોક ડાભાણી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. ગત મોડી રાત્રે આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ તેને પરત પોલીસ સ્ટેશન લાવી, ત્યારે ગાડીમાંથી ઉતરતા સમયે દરવાજા પાસે જ પોલીસને ચકમો આપી તે ભાગી છૂટ્યો હતો.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
