તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 14th April 2026
પીએમ મોદીની વિકાસની રાજનીતિથી ગામના રસ્તાઓથી લઈને છેવાડાના માનવી સુધી પહોંચતા વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશે ગ્રામજનો સાથે સીધો સંવાદ
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ

ગાંધીનગર :ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ગઇકાલે મોડી સાંજે ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી જેમાં જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિથી ગામના રસ્તાઓથી લઈને છેવાડાના માનવી સુધી પહોંચતા વિવિધ સરકારી યોજનાઓના લાભો વિશે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.
આગામી સમયમાં વિકાસની આ રાજનીતિને વધુ વેગ આપવા માટે તેમણે ભારતીય જનતા પાર્ટીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના મતવિસ્તારના ગામમાં આવી તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રમુખ અનિલભાઈ પટેલ, પ્રભારી રમેશભાઈ સોલંકી, ધારાસભ્યઓ અલ્પેશજી ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિત સંગઠનના પદાધિકારીઓ, ભાજપા આગેવાનો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
