<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પીએમ મોદીના 76મા જન્મદિવસથી તેમની 25 વર્ષની જાહેર સેવા પૂર્ણ થતા વડનગરથી વારાણસી સુધી એક ઐતિહાસિક બાઇક રેલી

10 અલગ-અલગ રૂટ પરથી 25 જેટલી બાઇક અને 250 જેટલા સહભાગીઓ જોડાશે:યાત્રા 10 રાજ્યો, 193 જિલ્લાઓ અને 1159 જેટલા ગામડાઓ પસાર થઈને 7 ઓક્ટોબરે જાહેર સેવા પૂર્ણતા દિવસે વારાણસી પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસથી તેમની 25 વર્ષની જાહેર સેવા પૂર્ણ થવાના અવસર પર વડનગરથી વારાણસી સુધીની એક ઐતિહાસિક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ બાઇક રેલીને પ્રસ્થાન કરાવશે, જેમાં 10 અલગ-અલગ રૂટ પરથી 25 જેટલી બાઇક અને 250 જેટલા સહભાગીઓ જોડાડાશે. આ યાત્રા 10 રાજ્યો, 193 જિલ્લાઓ અને 1159 જેટલા ગામડાઓ પસાર થઈને આગામી 7 ઓક્ટોબરે જાહેર સેવા પૂર્ણતા દિવસે વારાણસી પહોંચશે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતી પવિત્ર નદીઓ અને જળાશયોમાંથી જળ એકત્રિત કરવામાં આવશે, જેમાંથી કાશી વિશ્વનાથ મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવશે.

(1:18 PM IST)