<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

પ.પૂજય સદાનંદ સરસ્‍વતીજી મહારાજના આશીર્વાદ લેતા પૂ.જીગ્નેશદાદા ‘‘રાધે રાધે''

શારદાપીઠના પીઠાધીશ્વર જગદગુરુ સાથે આધ્‍યાત્‍મિક અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અંગે થઈ ચર્ચા

રાજકોટ :  પૂજ્‍ય દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ અમદાવાદના આંગણે પધાર્યા હતા ત્‍યારે તેઓશ્રીની પ્રખ્‍યાત કથાકાર પૂ.જીગ્નેશદાદા જગદગુરુના  આશીર્વાદ મેળવ્‍યા હતા  બંને વચ્‍ચે સનાતન ધર્મ, ભાગવત કથાના માધ્‍યમથી સંસ્‍કળતિના જતન અને આધ્‍યાત્‍મિક જાગળતિ અંગે ગહન ચર્ચા થઈ હતી.આ પ્રસંગે દ્વારકાધીશના ધ્‍વજ સમાન પવિત્ર વાતાવરણમાં ધર્મ પ્રચારને વધુ વેગવંતો બનાવવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્‍યો હતો. જગદગુરુ શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજે પૂ.જીગ્નેશદાદા ૅરાધે રાધેૅના કથા કાર્યને બિરદાવી સનાતન ધર્મના પ્રચાર કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આશીર્વચન પાઠવ્‍યા હતા.

(2:48 PM IST)