તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
દાંતીવાડા તાલુકામાંથી શંકાસ્પદ 55 કટ્ટા ચોખાના જથ્થા સાથે એક પીકઅપ ગાડી: પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી
શંકાસ્પદ સસ્તા અનાજના જથ્થા સાથે એક પીકઅપ ગાડી ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર:પોલીસે શંકાસ્પદ અનાજની હેરાફેરી કરતી ગાડીને ઝડપી પાડી આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં ગરીબો માટે ફાળવવામાં આવતા સસ્તા અનાજની ગેરકાયદે હેરાફેરી અને કાળાબજારીના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે દાંતીવાડા તાલુકામાંથી શંકાસ્પદ સસ્તા અનાજના જથ્થા સાથે એક પીકઅપ ગાડી ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે શંકાસ્પદ અનાજની હેરાફેરી કરતી ગાડીને ઝડપી પાડી આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દાંતીવાડા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે અથવા શંકાસ્પદ ગતિવિધિ જણાતાં GJ 08 AY 4214 નંબરના પીકઅપ ડાલાંને અટકાવ્યું હતું. ગાડીની તલાશી લેતાં તેમાંથી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એટલે કે સરકારી સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે આવતા હોય તેવા અંદાજિત 55 કટ્ટા ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે સસ્તા અનાજના ચોખા લઈ જવામાં આવી રહ્યા હોવાથી પોલીસે તાત્કાલિક ગાડીને કબ્જે કરી દાંતીવાડા પોલીસ સ્ટેશને લાવી હતી.
આ મામલે પોલીસે સસ્તા અનાજની હેરાફેરી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગને લેખિતમાં જાણ કરી હતી. પુરવઠા તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચોખાના જથ્થાનું સેમ્પલિંગ અને ગાડીના કાગળોની ચકાસણી હાથ ધરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકો માટે સરકાર દ્વારા રાહત દરે આપવામાં આવતું અનાજ ક્યાંથી બારોબાર ઉપાડવામાં આવ્યું હતું અને તેને ક્યાં સીલિંગ અથવા કાળાબજારી માટે લઈ જવામાં આવી રહ્યું હતું, તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક કાળાબજારીયાઓ અને સસ્તા અનાજના વેપારીઓમાં ભારે ફાળચ વ્યાપી ગઈ છે. સ્થાનિક નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને ગરીબોના હકનું અનાજ બારોબાર પચાવી પાડતી સિન્ડિકેટ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
