<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અમદાવાદમાં 2600 કરોડના ગટર પુનર્વસન અને આધુનિકીકરણ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી: સોમવારે સુનાવણી

વર્લ્ડ બેંક સમર્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આ પ્રોજેક્ટને ટેન્ડર પ્રક્રિયાના મુદ્દે હાઇકોર્ટમાં પડકાર:ટેન્ડરની આવશ્યક શરતોનું પાલન ન થયાનો આક્ષેપ

  

અમદાવાદમાં 2600 કરોડના ગટર પુનર્વસન અને આધુનિકીકરણ પ્રોજેક્ટને લઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વર્લ્ડ બેંક સમર્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આ પ્રોજેક્ટને ટેન્ડર પ્રક્રિયાના મુદ્દે હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદાર દ્વારા ટેન્ડરની આવશ્યક શરતોનું પાલન ન થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

   બીજી તરફ AMCએ હાઇકોર્ટ સમક્ષ પ્રાથમિક રજૂઆત કરતાં જણાવ્યું છે કે અરજદાર દ્વારા મહત્વપૂર્ણ તથ્યો દબાવી રાખવામાં આવ્યા છે. AMCએ આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે સમગ્ર પ્રોજેક્ટને કારણે શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર અસર થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય પણ જોખમમાં મુકાઈ શકે છે. આ મામલે સોમવારે હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે.  

(12:09 PM IST)