તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
રસ્તા પર ચાલવા માટે પણ સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી
૧૯૫૬ના સમયનું વોકિંગ લાયસન્સ વાયરલ : લાયસન્સમાં માત્ર નામ જ નહીં, પણ ચાલવાની રીત અને રૂટની પણ સ્પષ્ટ નોંધ કરીઃ ચાલતી વખતે ‘શૂઝ' ફરજિયાત

અમદાવાદ,તા.૬: આજના સમયમાં આપણે વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂર પડે છે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે રસ્તા પર ચાલવા માટે પણ સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી હોય? હાલમાં સોશિયલ મીડિયા પર ૧૯૫૬ના સમયનું એક અત્યંત દુર્લભ ‘વોકિગ લાયસન્સ'વાયરલ થઈ રહ્યું છે.જે તે સમયના મુંબઈ (તત્કાલીન બોમ્બે)ના કડક કાયદા અને વ્યવસ્થાની ઝલક આપે છે.
વાયરલ થયેલા આ દસ્તાવેજ મુજબ, ૧૪ એપ્રિલ ૧૯૫૬ના રોજ'બોમ્બે પોલીસ એક્ટ ૧૯૫૧' હેઠળ અરવિદ વી. દેશપાંડે નામના વ્યક્તિને આ લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેઓ કુલાબા વિસ્તારમાં રહેતા હતા. આ લાયસન્સમાં માત્ર નામ જ નહીં, પણ ચાલવાની રીત અને રૂટની પણ સ્પષ્ટ નોંધ કરી છે.
ચાલવાની શૈલી'બ્રિસ્ક' એટલે કે ઓફિસના ધસારા સમયે ઝડપથી ચાલવાની મંજૂરી.ચાલવાનો રૂટ કુલાબા ફોર્ટથી વી.ટી. અને ત્યાંથી પરત. તેઓએ ચાલતી વખતે ‘શૂઝ' (બૂટ) પહેરવા ફરજિયાત હતા. તેઓને દિવસમાં ૧૦ માઈલ સુધી ચાલવાની મર્યાદા આપવામાં આવી હતી.જેની ફી તે સમયે ૨ રૂપિયા લેવામાં આવી હતી.આ લાયસન્સમાં કેટલીક શરતો પણ લખેલી છે. જો કોઈ વ્યક્તિ લાયસન્સમાં મંજૂરી આપ્યા વગર રસ્તા પર દોડતો પકડાય, તો તેને દંડ કરવાની જોગવાઈ હતી.આ ઉપરાંત, વગર કારણે રસ્તા પર રખડપટ્ટી કરવા પર પણ પ્રતિબંધ હતો. લાયસન્સમાં હેલ્થ રિમાર્ક તરીકે લખાયું છે કે ધારક સવારની લટાર અને હળવી ગપસપ કરવા માટે શારીરિક રીતે યોગ્ય છે. આ લાયસન્સ પર કુલાબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સિક્કો અને સહી પણ જોવા મળે છે. તે સમયે મુંબઈમાં ભીડભાડવાળા વિસ્તારોમાં વ્યવસ્થા જાળવવા અને ફૂટપાથ પર શિસ્ત જાળવવા માટે કદાચ આવા નિયમો હોઈ શકે છે. આ જૂનું લાયસન્સ જોઈને લોકો આヘર્ય વ્યક્ત કરી રહ્યા છે કે તે જમાનામાં ચાલવા જેવી સામાન્ય ક્રિયા માટે પણ કેટલા ચોક્કસ નિયમો બનાવ્યા હતા.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
