તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
રાજકોટ-વડોદરા-સુરત અને અમદાવાદમાં કાયમી લોક-અદાલત શરૂ કરાઇ
વિમા, પરિવહન, સંદેશા વ્યવહાર-ટપાલ સોવા-વીજળી-પાણી-પુરવઠા- આરોગ્ય -શિક્ષણ સેવા-રોજગાર ગેરંટી વિગેરેને લગતા કેસો માટે કાયમી ધોરણે કોર્ટ સુનાવણી કરશે : સમાધાનકારી વલણથી પક્ષકારોને ફાયદો થશે : કેસોનો સરળતાથી ઝડપી નિકાલ થશે

રાજકોટ, તા. ૧૬: ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ દ્વારા ગઇ તા. ૦૧/૦૯/૨૦૨૬ ના રોજથી ગુજરાત રાજયમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મુકામે પરમેનેન્ટ (કાયમી) લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે, રાજકોટ ખાતેની કાયમી લોક અદાલત, ડિસ્ટ્રીકટ કોર્ટ, ઘંટેશ્વર, રાજકોટમાં ત્રીજા માળે કાર્યરત છે.
આ કાયમી લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારોના વિવાદોના નિશુલ્ક, ઝડપી અને કાયમી ન્યાય આપવાનો તેમજ રેગ્યુલર અદાલતોનો ભારણ ઘટાડવાનો છે. આ રેગ્યુલર નેશનલ લોક અદાલત દર બે મહીને યોજવામાં આવે છે પરંતુ, હવેથી કાયમી લોક અદાલત શરૂ થયેલ છે જેમાં પ્રી-લીટીગેશનનાં કેસોમાં સમાધાન અને પતાવટ કરવામાં આવે છે. આ કાયમી લોક અદાલતમાં પબ્લીક યુટીલીટી સર્વીસીસ એટલે કે વીમા સેવા, પરિવહન સેવાઓ, સંદેશાવ્યવહાર અને ટપાલ સેવાઓ, વીજળી અને પાણી પુરવઠા સેવાઓ, આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા સેવાઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના તથા શિક્ષણ સેવાઓ વિગેરેના કેસો પરમેનેન્ટ લોક અદાલતમાં દાખલ થઇ શકે છે.
કાયમી લોક અદાલતમાં જે કેસો દાખલ થાય તેના પર કોઇ કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તેમજ આ કાયમી લોકઅદાલતમાં કેસ ઓનલાઇન સ્ટેટ લીગલ સર્વીસ ઓથોરીટીના પરમેનેન્ટ લોકઅદાલતના લોગ-ઇનમાં જઇ દાખલ થઇ શકે અને આ તમામ કાર્યવાહી પેપરલેસ કાર્યવાહી છે. તેથી, કેસ દાખલ કરનારે દાખલ કરવા માટે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાની જરૂરીયાત નથી.
આ પરમેનેન્ટ લોક અદાલતમાં કેસની કાર્યવાહી દરમિયાન પ્રથમ તબકકે બંન્ને પક્ષકારોને હાજર રાખી કમીટી રૂબરૂ કન્સીલેશન એટલે કે સમજાવટની પ્રકીયા કરવામાં આવશે અને તેમાં બંન્ને પશ્કારો વચ્ચે સમાધાનના પ્રયત્નો કરવામાં આવશે અને સમાધાન થાય તો તેનો એવોર્ડ કરવામાં આવે તે દિવાની કોર્ટનુ હુકમનામુ ગણાશે.
જો સમાધાનના તમામ પ્રયત્ન છતાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન ન થાય તો પક્ષકારોને પુરતી તક આપી, સાંભળી આ કેસનો નિર્ણય કાયમી લોક અદાલત દવારા કરવામાં આવશે અને તે નિર્ણય દિવાની કોર્ટનુ હુકમનામુ ગણાશે અને તેના વિરૂધધ કોઇ અપીલ કે રીવીઝન કરવાની જોગવાઇ નથી તેથી તે ફાઇનલ હુકમ ગણાશે.
ઉપરોકત કેસોના નિર્ણય અંગે રાજકોટ જીલ્લાની પ્રજામાં જાગળતી ફેલાઇ અને નાગરિકો આ સુવિધાનો મહત્તમ લાભ લઈ શકે તે જરૂરી છે. જેથી આ કાયમી લોક અદાલત દ્વારા લોકોના કેસના સમાધાન અને નિર્ણય લોકો સુગમતાથી મેળવી શકે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
