<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

તહેવારોની સિઝન શરુ થતા સુરતમાં ઘરેલું PNG ગેસના ભાવમાં પ્રતિ એસસીએમ 1.19 રૂપિયાનો વધારો: રસોડાનું બજેટ બગડ્યું

દિવાળી પહેલાં આવેલા આ મોંઘવારીના આંચકાથી 7.50 લાખથી વધુ ગ્રાહકો પ્રભાવિત થશે

સુરત : તહેવાર ટાણે જ રસોડાના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ઘરેલું પીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ વધારાની સીધી અસર સુરતના લાખો પરિવારો પર પડશે. તારીખ 3 સપ્ટેમ્બરથી આ નવો દર અમલ કરવીમાં આવ્યો છે.

અગાઉ ઘરેલું ગેસનો ભાવ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) 49.3 રૂપિયા હતો. આ ભાવમાં 1.19 રૂપિયાનો વધારો થતાં હવે નવો ભાવ 50.22 રૂપિયા પ્રતિ એસસીએમ થયો છે. રોજિંદી ચીજવસ્તુઓની મોંઘવારી વચ્ચે ગેસના ભાવ વધવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.
આ ભાવ વધારાની સીધી અસર સુરત શહેર અને જિલ્લાના ગ્રાહકો પર પડશે. સુરતમાં 7.50 લાખથી વધુ ઘરેલું ગ્રાહકો પીએનજી ગેસ કનેક્શનનો ઉપયોગ કરે છે. તહેવારોની મોસમ શરૂ થવાની છે ત્યારે જ ગેસ મોંઘો થવાથી લોકોના માસિક બજેટ પર આર્થિક ભાર વધ્યો છે.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ આ ભાવ વધારા માટે જવાબદાર છે. વિશ્વભરમાં પ્રવર્તતી ઉર્જા કટોકટી અને તંગદિલીના વાતાવરણને કારણે ગેસના ભાવમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે

(10:42 AM IST)