<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

સુરતમાં દશેરાના પર્વ નિમિત્તે ફાફડા-જલેબીની જયાફત માણવા લોકોમાં ભારે ઉત્સાહ

વહેલી સવારથી જ શહેરની ફરસાણની દુકાનો બહાર ફાફડા અને જલેબી ખરીદવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો લાગી

સુરત : સુરતમાં દશેરાના પર્વ નિમિત્તે ફાફડા-જલેબીની જયાફત માણવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શહેરની ફરસાણની દુકાનો બહાર ફાફડા અને જલેબી ખરીદવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી. કેટલીક દુકાનો પર લોકોને બે કલાક સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી હતી. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં રૂ. 80નો વધારો થયો હોવા છતાં સુરતવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. ભાવવધારા વચ્ચે પણ લોકોએ દશેરાની પરંપરા જાળવી રાખીને ફાફડા-જલેબીની ખરીદી કરી હતી. શહેરમાં સવારથી જ ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળતાં વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આમ, મોંઘવારીની અસર વચ્ચે પણ સુરતવાસીઓ માટે દશેરાની ઉજવણી ફાફડા-જલેબી વિના અધૂરી રહી હતી.

(1:27 PM IST)