તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
રાજપીપળામાં આકરી ગરમીમાં દરરોજ વીજ પુરવઠાની આવન જાવન વચ્ચે લોકો ત્રાહિમામ
બે દિવસ પહેલા જ મેન્ટેનન્સ કરવા પાંચેક કલાક લાઈટો બંધ રાખવા છતાં બીજા જ દિવસે રાત્રે વીજળી ગુલ થતા ગરમીમાં લોકો શેકાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં વીજ કંપનીની લાલીયાવાડી થી દરરોજ લાઈટો જવાની ઘટના થી લોકો આકરી ગરમી માં શેકાઈ રહ્યા છે
મળતી વિગતો અનુસાર રાજપીપળામાં વીજ કંપનીની લુલી નીતિના કારણે હાલ પડી રહેલી ખતરનાક ગરમીમાં લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે જેમાં બે દિવસ પહેલા જ સવારે સાત થી અગિયાર વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે વીજ કંપની દ્વારા લાઈટો બંધ રાખવામાં આવી હતી છતાં ગઈકાલે એટલેકે રવિવારે રાત્રે અગિયારેક વાગે લાઇટ ગઈ જે રાત્રે એક વાગે આવતા લોકો ત્રાસી ઉઠ્યા હતા અને ઊંઘ હરામ થઈ હતી જેમાં જાણવા મળ્યું કે ક્યાંક કેબલ બળી જવાથી આમ બન્યું હતું, તો કંપની એ મેન્ટેનસ માં શું કર્યું..?
તગડા લાઇટ બિલો વસુલ કરતી વીજ કંપની ગ્રાહકો ને યોગ્ય સેવા આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ હોવાનું સ્પષ્ટ જોવા મળે છે તો વીજ કંપની ના અધિકારીઓ આ બાબતે શું કરે છે..? શું એસી માં બેસી ને ગપ્પા મારે છે કે માત્ર મોટા પગાર લઈ આરામ કરે છે..? ગ્રાહકો ને યોગ્ય અને પૂરતી સેવા મળે તે દિશા માં અધિકારીઓ કામ કરે તેવી લોકમાંગ છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
