તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 17th April 2026
મહેસાણાના રામપુરા કુકસ ગામના લોકો દ્વારા મનપામાં ભળવા મુદ્દે ઉગ્ર વિરોધ: ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી
પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું

મહેસાણાના રામપુરા કુકસ ગામના લોકો દ્વારા મનપામાં ભળવા મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો ટીપી-ડીપીમાં થતી 40 ટકા જમીન કપાતનો વિરોધ કરી રહ્યા છે. તેમને ભીતિ છે કે, આ કપાતને કારણે નાના ખેડૂતો સાવ જમીન વિહોણા થઈ જશે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગ્રામસભાના ઠરાવ છતાં તેમને બળજબરીથી મનપામાં ભેળવવામાં આવ્યા છે. આ મુદ્દે ખેતી અને પશુપાલન પર નભતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે અને તેમણે મનપા તેમજ ટીપી-ડીપીના વિરોધમાં કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.
ગામના 997 મતદારોએ ચીમકી આપી છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. પોતાની માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કુકસ ગામના રહેવાસીઓ પોતાના અસ્તિત્વને બચાવવા લડત ચલાવી રહ્યા છે
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
