તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
સાંજે ચરોતર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ :રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ
ભૂકંપનું કેન્દ્રબિંદુ આણંદથી અંદાજે 36 કિમી દૂર નોંધાયું :આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજતા અનેક લોકો ઘર અને ઓફિસની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા

ચરોતર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ધરતી ધ્રૂજતા અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર અને ઓફિસની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર (ISR) ના જણાવ્યા અનુસાર, આજે સાંજે 4:35 કલાકે આણંદ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ આણંદથી અંદાજે 36 કિમી દૂર નોંધાયું છે.
જોકે, આંચકો નાનો હોવાથી હજુ સુધી ક્યાંયથી પણ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ, અચાનક આવેલા આંચકાને કારણે સ્થાનિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
