તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ગાંધીનગરના શાહપુર બ્રિજ નજીક ગણેશ વિસર્જન બાદ સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડૂબ્યા : બે યુવકોનો બચાવ થયો
સૂરજ અને આદર્શ નામના બે યુવકોનો બચાવ થયો જ્યારે 27 વર્ષીય આનંદકુમાર રામ ઊંડા પાણીમાં ગરકાવ થતાં લાપતા: ફાયર બ્રિગેડ અને ગોતાખોરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન બાદ સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો સાથે ગંભીર દુર્ઘટના બની છે. શાહપુર બ્રિજ નજીક નદીમાં ત્રણેય યુવકો પાણીમાં ઉતર્યા હતા. પાણીની ઊંડાઈ વધુ હોવાના કારણે ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરની GIFT City સ્થિત એક ખાનગી કંપનીના ગણેશ વિસર્જન બાદ ત્રણ યુવકો સાબરમતી નદીમાં ન્હાવા પડ્યા હતા. શાહપુર બ્રિજ નજીક તેઓ નદીમાં ઉતર્યા હતા. જોકે, પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ત્રણેય યુવકો મુશ્કેલીમાં મુકાયા હતા અને અચાનક ડૂબવા લાગ્યા હતા.
નદીમાં ડૂબવાની ઘટનામાં બે યુવકોને સ્થાનિક પ્રયાસો બાદ બચાવી લેવામાં આવ્યા છે. સૂરજ અને આદર્શ નામના બંને યુવકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમની સાથે રહેલો ત્રીજો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઘટનામાં 27 વર્ષીય આનંદકુમાર રામ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા હજુ સુધી લાપતા છે. ઘટનાની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લાપતા યુવકને શોધવા માટે નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘોતાખોરો પણ નદીમાં ઉતરીને આનંદકુમાર રામની શોધખોળ કરી રહ્યા છે. નદીના ઊંડા પાણી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ ફાયર ટીમ અને ગોતાખોરો દ્વારા નદીના વિવિધ વિસ્તારોમાં યુવકની શોધ કરવામાં આવી રહી છે.
ગણેશ વિસર્જન બાદ બનેલી આ ઘટનાએ ફરી એકવાર નદી અને ઊંડા પાણીમાં સાવચેતી રાખવાની જરૂરિયાત સામે લાવી છે. હાલ પરિવારજનો પણ ચિંતામાં છે અને લાપતા યુવક અંગે કોઈ માહિતી મળે તેની રાહ જોઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
