તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
પાલનપુરમાં ચાંદીના સિક્કા ઠાલવાયેલ હોવાની ચર્ચાએ લોકો ઉમટ્યા: કાટમાળમાં શોધખોળ શરૂ
માનસરોવર નજીક ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાના દાવા બાદ લોકોમાં ભારે ઉત્સુકતા :નવાબી કાળના સિક્કા પણ મળ્યાનો દાવો

બનાસકાંઠાના પાલનપુર શહેરમાં માનસરોવર નજીક ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાના દાવા બાદ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કાટમાળમાંથી કેટલાક લોકોને ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત ફેલાતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી શોધખોળમાં લાગી ગયા હતા. સ્થાનિકો દ્વારા નવાબી કાળના સિક્કા પણ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે સિક્કાઓની પ્રામાણિકતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમ છતાં વાત વાયુવેગે ફેલાતાં સ્થળ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
