<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

સુરતમાં સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

વેકેશન હોવા છતાં વાલીઓ બપોરના સમયે બાળકોને બહાર રમવા મોકલી રહ્યા નથી

સુરતમાં સતત વધી રહેલા તાપમાનને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકરી ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. વેકેશન હોવા છતાં વાલીઓ બપોરના સમયે બાળકોને બહાર રમવા મોકલી રહ્યા નથી અને બાળકો ઘરમાં જ વિવિધ ગેમ રમી સમય પસાર કરી રહ્યા છે. કેટલીક સોસાયટીઓમાં તમામ બાળકો એક જ ઘરમાં ભેગા થઈને રમતા જોવા મળી રહ્યા છે. ગરમીથી બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વાલીઓ દ્વારા તેમને જ્યુસ, લીંબુ પાણી અને ઠંડા પીણાં આપવામાં આવી રહ્યા છે

(7:04 PM IST)