<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

અમદાવાદમાં ભાજપ ઉમેદવારોનો લોકોએ હુરિયો બોલાવ્યો: વોર્ડ નં.22 ઈન્ડિયા કોલોનીમાં ભાજપ વિરૂદ્ધ બેનર લાગ્યા

ભાજપે 5 વર્ષમાં કોઈ કામગીરી ન કર્યાનો લોકોનો આક્ષેપ: ડી-કોલોની, પારસી ભઠ્ઠાની ચાલી આસપાસના વિસ્તારમાં રોષ ફેલાયો

અમદાવાદ : અમદાવાદમાં ભાજપ ઉમેદવારોનો લોકોએ હુરિયો બોલાવ્યો છે. વોર્ડ નં.22 ઈન્ડિયા કોલોનીમાં ભાજપ વિરૂદ્ધ બેનર લાગ્યા છે. ભાજપે 5 વર્ષમાં કોઈ કામગીરી ન કર્યાનો લોકોનો આક્ષેપ છે. ડી-કોલોની, પારસી ભઠ્ઠાની ચાલી આસપાસના વિસ્તારમાં રોષ ફેલાયો છે. પ્રચાર સમયે ભાજપ ઉમેદવારો સામે લોકોએ રોષ ઠાલવ્યો છે. રોડ-રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી છે. લોકોએ હુરિયો બોલાવતા ભાજપ નેતાઓએ ચાલતી પકડી. પ્રચાર કર્યા વગર જ ભાજપ ઉમેદવારોએ પરત ફરવું પડ્યું હતું 

(10:55 PM IST)