<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

અમદાવાદના મીઠાખળી પાસે રોડ સાંકડો કરી ફૂટપાથ બનાવવામાં આવતા લોકોમાં આક્રોશ

રસ્તો સાંકડો ફૂટપાથ મોટી થઈ જાય એવી ડિઝાઇન. શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે AMC ના આવા નિર્ણયથી કુતુહલ

અમદાવાદના મીઠાખળી પાસે રોડ સાંકડો કરી ફૂટપાથ બનાવવામાં આવતા લોકોમાં આક્રોશ છે પરંતુ શહેરના મેયર કહે છે કે, લોકોને તકલીફ ના પડે તે રીતે કામગીરી કરાઈ છે. રીટીપીમાં ડિઝાઈન યોગ્ય હોવાથી કામગીરી હાથ ધરાઈ છે. નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતો રોડ સાંકડો થશે . અગાઉ મીઠાખળીથી સીજી રોડ પર મોટા ફૂટપાથથી વિવાદ થયો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ત્યારે કામ રોકાવ્યું હતું. હવે 200 મીટર દૂર જ ભૂલ નું પુનરાવર્તન થઈ રહ્યુ છે , રસ્તો સાંકડો ફૂટપાથ મોટી થઈ જાય એવી ડિઝાઇન. શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે AMC ના આવા નિર્ણયથી કુતુહલ થયું છે . શહેરના મેયરે રી-ટીપીમાં યોગ્ય ડિઝાઇન થઈ હોવાનો કર્યો બચાવ. ફૂટપાથની ડિઝાઇન જે બનાવવામાં આવી હતી તે અનુસાર કામગીરી કરાઈ રહી છે તેમ મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું. નાગરીકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે કામગીરી કરાઈ હોવાનું મેયરનું કહેવું છે.

(7:26 PM IST)