તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન પદે પી.ડી.પટેલ, વાઇસ ચેરમેન પદે નિમિશા ધોત્રેની વરણી
માર્ચમાં યોજાયેલ ચુંટણીના છ માસ બાદ તમામ કમીટીઓમાં હોદેદારોની નિમણુંક કરાઇઃ કુલ જુદી જુદી ૧પ કમીટીઓમાં હોદેદારો વરાયાઃ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા મહિલા જજ મોનાબેન ભટ્ટ અને મેઘાબેન જાનીની નિમણુંક કરાયા બાદ આજે યોજાયેલ બેઠકમાં વિવિધ કમીટીઓના હોદેદારોની વરણી કરાઇઃ રાજકોટના દિલીપ પટેલ, અમૃતા ભારદ્વાજ તથા મનોજ અનડકટ, ભરત ભગત સહિતનાઓનો સમાવેશઃ જે.જે.પટેલને ગુજરાતના પ્રતિનિધિ તરીકે બાર. કાઉન્સીલ અનેક ઇન્ડીયામાં મોકલાયા : બિનલબેન રવેશીયા તથા મોરબીના દિલીપ આગેચનીયા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કો.ઓપ્ટ મેમ્બર તરીકે નિમણુંક પામેલા છેઃ ખુબ ખુબ અભિનંદન

રાજકોટ, તા., ૧૯: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચૂંટાયેલા ત્રણ મહિલા સહિત ૨૩ અને બે કોપ સભ્યો મળી ૨૫ સભ્યોની ઉપસ્થિતિમાં હાઇકોર્ટના એડવોકેટ જનરલના અધ્યક્ષ સ્થાને મહત્વની મળેલી બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પી ડી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે નિમિશા ધોત્રે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામા બીસીજીના ઙ્કતિનિધિ તરીકે જે જે પટેલની નિમણૂક કરવામાં આવી છે. કાઉન્સિલ ઓફ ગુજરાતના કો.ચેરમેન તરીકે દિલીપભાઈ પટેલ ની વરણી કરવામાં આવી છે. તેમજ ૧૫ કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ તકે સૌ ઉપસ્થિત સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી નવનિયુક્ત સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.ગત માર્ચમાં યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બાર કાઉન્સિલમાં બે કો-ઓપ્ટેડ મહિલા સભ્યો તરીકે નિવળત્ત જસ્ટિસ મૌના એમ. ભટ્ટ અને સિનિયર એડવોકેટ મેઘાબેન જાનીની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ કાઉન્સિલના કુલ ૨૫ સભ્યનું સંખ્યાબળ વિધિવત પૂર્ણ થતા .બાર કાઉન્સિલના હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ જનરલ બોર્ડની બેઠક રાજ્યના એડવોકેટ જનરલની અધ્યક્ષતામાં આજે બપોરે ૧૨.૩૯ કલાકે યોજાય હતી.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પી ડી પટેલ અને વાઇસ ચેરમેન તરીકે નિમિશા ધોત્રે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામા બીસીજીના પ્રતિનિધિ તરીકે જે જે પટેલની નિમણૂક કરવામાં આવી છે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો.ચેરમેન તરીકે દિલીપભાઈ પટેલ અનિલભાઈ કૈલા મનોજ અનડકડ અને ભરતભાઈ ભગતની ની વરણી કરવામાં આવી છે સર્વોચ્ચ પદો ૫૨ નિમણૂક પૂર્ણ થયા બાદ ગુજરાત બાર કાઉન્સીલની મહત્ત્વની એક્ઝીકયુટીવ કમીટી, એનરોલમેન્ટ કમીટી, ડિસીપ્લીનરી કમીટી, ફાયનાન્સ કમીટી, રૂલ્સ કમીટી સહિતની ૧૫ જેટલી કમીટીઓ અને સભ્યોની પણ નિમણૂંક કરવામાં આવી છે.ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં ગુજરાત રાજયના પ્રતિનિધિ તરીકે મોકલવા એક સભ્યની વિશેષ નિમણૂંક કરવામાં આવશે.તેમજ રાજયના તમામ વકીલમંડળોની ચૂંટણીઓ માટે ચાર સભ્યોની ઇલેકશન કમીટીની રચના પણ કરવામાં આવી છે.બિનલબેન રવેશિયા તથા મોરબીના દિલીપ આગેચનીયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના કોપ્ત મેમ્બર તરીકે નિમણૂક પામેલા છે.
એક્ઝિકયુટિવ કમિટી : અનિરુદ્ધસિંહ ઝાલા, અમળતાબેન ભારદ્વાજ દીપેન દવે અને મનોજ અનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એનરોલમેન્ટ કમિટી : હિતેશ પટેલ દિલીપ પટેલ ભાવેશ રબારી
ફાઇનાન્સ કમિટી : જીગ્નેશ પટેલ કરણસિંહ વાઘેલા દિલીપ પટેલ જીન્કી શેખ પ્રીતિબેન જોશી અમળતાબેન ભારદ્વાજ
રૂલ્સ કમિટી : પરેશ વાઘેલા, હિતેશ પટેલ, હરેશ નાકરાણી, હીરલ પાલવાલા, ભાવેશ રબારી, એ એ અન્સારી.
એડવોકેટ એકેડેમી : કિશોરભાઈ ત્રિવેદી, હરેશ નાકરાણી.
જી એલ એચ કમિટી : મનોજ અનડકટ, કરણસિંહ વાઘેલા, કિશોરભાઈ ત્રિવેદી, અમળતાબેન ભારદ્વાજ, હરેશ નાકરાણી, પ્રીતિબેન જોષી, ભાવેશ રબારી, વંદનાબેન ભટ્ટ, જીન્કી શેખ, એ એ અન્સારી.
એડમિનિસ્ટ્રેટિવ કમિટી : અનિલ કૈલા, કિશોરભાઈ ત્રિવેદી, ભરત ભગત.
વેલફેર કમિટી : દિલીપ પટેલ અને દીપેન દવે.
ઇન્ટિજેટ કમિટી : કિશોરભાઈ ત્રિવેદી, જીન્કી શેખ, હિરલબેન પાનવાલા.
ન્યુ બિલ્ડીંગ કમિટી : કરણસિંહ વાઘેલા, અનિરુદ્ધસિંહ ઝાલા, દિલીપભાઈ પટેલ, પ્રીતિબેન જોશી, અમળતાબેન ભારદ્વાજ, કિશોરભાઈ ત્રિવેદી અને પરેશ વાઘેલા.
લાઇબ્રેરી કમિટી : મનોજ અનડકટ, શંકરસિંહ ગોહિલ, અમળતાબેન ભારદ્વાજ, ભાવેશ રબારી, વંદનાબેન ભટ્ટ, એ એ અન્સારી, પરેશ વાઘેલા.
અમૃતા ભારદ્વાજ
દિલીપ પટેલ
ચેરમેન વાઇસ ચેરમેન એકઝીટીવ કમીટી અને બીસીઆઇ મેમ્બર
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
