News of Saturday, 25th April 2026
મતદાન પહેલા પીસીબીનો દરોડોઃ ટ્રક ડ્રાઇવર પકડાયો
અમદાવાદના નાના ચિલોડા પાસે ૨૫ હજારથી વધુ બોટલો સાથે ૬૭ લાખનો દારૂ જપ્ત

અમદાવાદઃ નાના ચિલોડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની સતર્કતા વચ્ચે પીસીબીએ ચંદીગઢથી વાયા અમદાવાદ થઈ નડિયાદ તરફ જઈ રહેલા એક ટ્રકને આંતરી અંદાજે ૮૭.૬૭ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ટેલિવિઝન સેટના ઓઠા હેઠળ છુપાવવામાં આવેલી વિદેશી દારૂની ૨૫,૬૦૮ બોટલો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. આ મામલે ટ્રક ચાલક કમલસિંગ યાદવની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ચાર શખ્સો હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં આ માલ નડિયાદના કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે હાલમાં ફરાર ચાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
