તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
અમદાવાદના શાહિબાગમાં સરકારી મિલકતોના સમારકામ, રિનોવેશન અને આધુનિકીકરણની કામગીરીનો માર્ગ મોકળો
ગુજરાત હાઇકોર્ટે શાહિબાગ સ્થિત સરકારી મિલકતોના ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો

અમદાવાદના મહત્વપૂર્ણ સરકારી પરિસરો પૈકીના એક શાહિબાગમાં સરકારી મિલકતોના સમારકામ, રિનોવેશન અને આધુનિકીકરણની કામગીરીનો માર્ગ હવે મોકળો થયો છે. ગુજરાત હાઇકોર્ટે શાહિબાગ સ્થિત સરકારી મિલકતોના ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ પ્રોજેક્ટમાં સરકારી રહેણાંક ક્વાર્ટર્સ અને સત્તાવાર બંગલાઓના મહત્વના સમૂહનો સમાવેશ થાય છે. જેમાં પોલીસ મહાનિર્દેશક (DGP), અમદાવાદ પોલીસ કમિશનર અને મુખ્ય સચિવ સાથે સંકળાયેલા સરકારી આવાસો ઉપરાંત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. શાહિબાગ એસ્ટેટમાં IPS મેસ, કલેક્ટર માટે ફાળવાયેલ બંગલો અને અન્ય અનેક સરકારી આવાસો પણ આવેલા છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
