તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
પાટણના દુદખાનાં તલાટી મંત્રીને ૭૦ હજાર લાંચ લેતા ઝડપી લીધો
કોન્ટ્રાકટર પાસેથી તળાવમાંથી માટી લઇ જવા માટે પરવાનગી આપવા લાંચ માંગી'તીઃ એસીબી ટીમનો સપાટો

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧પઃ ફરિયાદી કોન્ટ્રાકટનો ધંધો કરતા હોય અને પુરણ કરવા સારૂં માટીની જરૂરિયાત હોય, જેથી આ કામના આક્ષેપિત એવા હમીરભાઇ રાયસંગભાઇ ઠાકોર, તલાટી કમમંત્રી, વર્ગ-૩, દુદખા ગ્રામ પંચાયત, તા.સમી જી. પાટણને મળતા તેમણે જણાવેલ કે, માટીની પરવાનગી આપવા અને તળાવમાંથી માટી લઇ જવા સારૂં પંચાયતમાં ઠરાવ કરવો જરૂરી છે. જેની અવેજીમાં રૂ. ૭૦,૦૦૦ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરિયાદ આધારે આજરોજ શંખેશ્વર, રાધે શોપિંગ આર્કેડ, તા. શંખેશ્વર જી. પાટણમાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના તલાટી ફરિયાદી સાથે રૂ. ૭૦ હજારની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જતા તેમની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ એસીબીની ટ્રેપ કરનાર અધિકારી તરીકે ડી. આર. ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, પાટણ એ.સી.બી. પો. સ્ટે. એ, સુપર વિઝન અધિકારી કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક, બોર્ડર એસીબી એકમ, ભુજ અને ઇન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમના માર્ગદર્શન હેઠળ આ રેડ કરી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
