<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

લોકશાહીના મહાપર્વમાં સંતોની ભાગીદારી: વડોદરામાં BAPSના 50થી વધુ સંતોએ કર્યું મતદાન

અટલાદરા મંદિરના સંતોએ 'ટ્રી હાઉસ' મતદાન મથકે બજાવી નૈતિક ફરજ, નાગરિકોને મતદાન કરવા માટે કરી પ્રેરણા

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત શહેરના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 50થી વધુ સાધુ-સંતોએ મતદાન મથક પર પહોંચીને પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

શહેરના ટ્રી હાઉસ મતદાન કેન્દ્ર ખાતે સંતોએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહીને મતદાન પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. મતદાન કર્યા બાદ સંતોએ લોકશાહીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મતદાન એ માત્ર અધિકાર નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. તેમણે નગરજનોને અપીલ કરતા કહ્યું હતું કે, જેઓ દેશની સંસ્કૃતિ અને મૂલ્યોના જતનમાં યોગદાન આપે તેવા ઉમેદવારોને સમર્થન આપી લોકશાહીને વધુ મજબૂત બનાવવી જોઈએ. સંતોના આ ઉત્સાહ અને મતદાનના સંદેશાને જોઈને સ્થાનિક મતદારોમાં પણ ભારે પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

(12:21 PM IST)