<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પતિના અનૈતિક સંબંધોનો વિરોધ કરતાં પરણિતા પર અત્યાચાર :પોલીસ ફરિયાદ નોંધાઈ

શાસ્ત્રીનગર ગાર્ડન પાસે પત્ની અને સસરાએ પતિને અન્ય સ્ત્રી સાથે રંગે હાથે ઝડપી પાડતા ભારે બબાલ:ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મારપીટ કરી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો: સાસુએ પણ પુત્રનો પક્ષ લઈને પુત્રવધૂને ત્રાસ આપ્યો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક પરિણીતાએ પતિના અનૈતિક સંબંધોનો વિરોધ કરતાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતિના મોબાઈલમાં અન્ય મહિલા સાથેના મેસેજ જોઈ જતાં વિવાદ શરૂ થયો હતો. શાસ્ત્રીનગર ગાર્ડન પાસે પત્ની અને સસરાએ પતિને અન્ય સ્ત્રી સાથે રંગે હાથે ઝડપી પાડતા ભારે બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મારપીટ કરી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. સાસુએ પણ પુત્રનો પક્ષ લઈને પુત્રવધૂને ત્રાસ આપ્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે

(7:25 PM IST)