તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
કલોલના ભાટપુર પાસે અજાણ્યા વાહને કારને અડફેટે લેતા પંડ્યા પરિવારને કાળ ભેટી ગયો : પતિ- પત્ની અને પુત્રનું કરૂણમોત
સુરતથી પોતાના વતન મહીસાગરના મુડાવડેખ ગામે જતા પંડ્યા પરિવારની કારને અકસ્માત :પરિવારના નવા ઘરનું વાસ્તુ પૂજન હોવાથી સમગ્ર પરિવાર ઉત્સાહભેર વતન જવા નીકળ્યો હતો

પંચમહાલના કાલોલ સ્થિત ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી પોતાના વતન મહીસાગરના મુડાવડેખ ગામે જઈ રહેલા પંડ્યા પરિવારની કારને અકસ્માત નડતા પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 8 મેના રોજ પરિવારના નવા ઘરનું વાસ્તુ પૂજન હોવાથી સમગ્ર પરિવાર ઉત્સાહભેર વતન જવા નીકળ્યો હતો. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. દરમિયાન કાલોલના ભાટપુરા પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં પતિ, પત્ની અને પુત્રના મોત નીપજ્યાં છે. જ્યારે 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મૃતકોની વિગતો
1. હેમંતભાઈ પંડ્યા - ઉં.વ. 44
2. કિંજલબેન પંડ્યા - ઉં.વ. 42 (પત્ની)
3. આયુષ પંડ્યા - ઉં.વ. 17 (પુત્ર)
કાલોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત કયા કારણોસર અને કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગત 27 એપ્રિલના રોજ વડોદરાના મુસ્લિમ ખીંચી પરિવારને કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામા પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. હજુ એ ઘટનાની યાદ તાજી જ છે ત્યાં ફરી એકવાર આ એક્સપ્રેસ વે રક્તરંજિત થયો છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
