તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
પંચમહાલના નાગલોદ ગામમાં દીપડાનો ઘરની છત પર અડીંગો :અંધારું થતાં જ સીડી વડે નીચે ઉતરી જંગલ ની વાટ પકડી લીધી
દીપડાએ દેખા દેતાં ફળિયાના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો પરંતુ દીપડાએ કોઈને નુકશાન નહી કરતા સૌએ રાહતનો શ્વાસ લીધો

પંચમહાલના નાગલોદ ગામમાં સમી સાંજે દીપડાએ ઘરની છત પર અડીંગો જમાવ્યો હતો. નાગલોદના પગી ફળિયામાં લાલાભાઈ પગીના ઘરની છત પર દીપડો આવી બેસી ગયો હતો. દીપડો આવ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા અને વન વિભાગ ને જાણ કરી હતી. જોકે મકાનની છત પર બિન્દાસ્ત બેસી રહેલા દીપડાએ અંધારું થતાં જ સીડી વડે નીચે ઉતરી જંગલ ની વાટ પકડી લીધી હતી. જંગલ તરફ જઈ રહેલો દીપડો તળાવની પાળ પર થઈ જતો પણ જોવાયો. દીપડાએ દેખા દેતાં ફળિયાના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો પરંતુ દીપડાએ કોઈને નુકશાન નહી કરતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
