<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

પલસાણા ૧૮.૫, કામરેજ ૧૭.૫, નવસારી ૧૫.૫, સુરત સિટી ૧૪.૫, કપરાડા ૧૩, જલાલપોર ૧૧, બારડોલી અને અંબિકા ૯.૫, ડોલવણ અને મહુવામાં ૯ ઇંચ ખાબક્‍યો

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર સુરત અને નવસારી પંથકના અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા.. ભારે હાલાકી : સુરતમાં ફરી ૨૦૦૬ની રેલની યાદ તાજી કરાવી વલસાડ, નવસારી, અને સુરત જીલ્લાની તમામ શાળાઓ અને કોલજોમાં આજે રજા જાહેર : ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૨.૪૯ ફૂટે પહોંચી : કોઝવે ૭.૧૧ મીટરે અને મધુવન ડેમના ૯ દરવાજા ખોલી ૮૪૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્‍યું

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા મોટા ભાગના વિસ્‍તારોમાં ૧ થી લઈને ૧૮.૫ ઇંચ સુધીનો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી હાલત જોવા મળી છે, અનેક મકાનો, દુકાનો, કોમ્‍પલેક્ષમાં, સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થવા પામ્‍યું છે. સુરતમાં તો ફરી ૨૦૦૬ની રેલની યાદ આવી ગઈ છે, ભારે વરસાદને પગલે રોડ રસ્‍તાઓ ઉપર પણ પાણી ફરી વળ્‍યા હતા.

એક બાજુ ભારે વરસાદ અને હજુ પણ ભારે વરસાદની આગાહીને લઇને વલસાડ, નવસારી અને સુરત સિટી સહિત જીલ્લાની તમામ શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી સતત વધીને આજે સવારે ૮ કલાકે ૩૧૨.૪૯ ફૂટ પહોંચી છે. ડેમમાં ૬૨૦૧૨ કયુસેક પાણીની આવક સામે ૮૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવેની જાળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭.૧૧ મીટરે પહોંચી છે અને અહીંથી ૬૪૪૬૩ વહી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૩.૩૫ ફૂટ પહોંચી છે. ડેમમાં ૧,૩૦,૩૩૧ કયુસેક પાણીના ઈન્‍ફ્‌લો સામે ૮૪,૦૯૦ કયુસેક પાણી છોડવામાં આવ્‍યું છે, અત્‍યારે ૯ કલાકે ડેમના કુલ ૯ દરવાજા ૪ મીટર ખોલવા તંત્ર ને ફરજ પડી છે.

ફ્‌લડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો... દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પાલસાણા તાલુકામાં ૪૬૨ મિ.મી. નોંધાયો હતો. ત્‍યારબાદ કામરેજમાં ૪૪૨ મિ.મી., નવસારી તાલુકામાં ૩૮૮ મિ.મી., સુરત શહેરમાં ૩૫૮ મિ.મી. અને વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૩૨૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં જલાલપોરમાં ૨૮૦ મિ.મી., ગણદેવીમાં ૧૯૬ મિ.મી., ચીખલીમાં ૧૮૭ મિ.મી., વાંસદામાં ૧૪૪ મિ.મી. અને ખેરગામમાં ૧૩૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં ડોલવણમાં ૨૨૬ મિ.મી., વાલોડમાં ૧૮૯ મિ.મી., વ્‍યારામાં ૧૬૯ મિ.મી., સોનગઢમાં ૧૪૫ મિ.મી., ઉકાઈમાં ૧૨૦ મિ.મી., ઉચ્‍છલમાં ૬૭ મિ.મી., કુકરમુંડામાં ૧૫ મિ.મી. અને નિઝરમાં ૧૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં નાનાપોંઢામાં ૧૬૨ મિ.મી., ધરમપુરમાં ૧૫૨ મિ.મી., પારડીમાં ૧૨૫ મિ.મી., વલસાડમાં ૧૦૨ મિ.મી., ઉમરગામમાં ૭૫ મિ.મી. તથા વાપીમાં ૬૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લામાં ડાંગ તાલુકામાં ૨૧૫ મિ.મી., સુબીરમાં ૧૯૭ મિ.મી. અને વઘઈમાં ૧૩૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં નેત્રંગમાં ૯૩ મિ.મી., વાગરામાં ૭૬ મિ.મી., હાંસોટમાં ૭૦ મિ.મી., ઝઘડિયામાં ૬૬ મિ.મી., અંકલેશ્વરમાં ૫૩ મિ.મી., વાલિયામાં ૫૨ મિ.મી., ભરૂચમાં ૪૦ મિ.મી., જંબુસરમાં ૩ મિ.મી. અને આમોદમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાં નાંદોદમાં ૯૧ મિ.મી., દેડિયાપાડામાં ૮૭ મિ.મી., ચીખલીમાં ૫૯ મિ.મી., તિલકવાડામાં ૨૨ મિ.મી., સાગબારામાં ૧૪ મિ.મી. અને ગરુડેશ્વરમાં ૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં દહેગામમાં ૮૯ મિ.મી., માણસામાં ૪૨ મિ.મી., ગાંધીનગરમાં ૨૦ મિ.મી. અને કલોલમાં ૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજમાં ૭૩ મિ.મી., હિંમતનગરમાં ૫૫ મિ.મી., તલોદમાં ૫૪ મિ.મી., વિજયનગર અને ઈડરમાં ૯-૯ મિ.મી., વડાલીમાં ૮ મિ.મી. તથા ખેડબ્રહ્મામાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં ધનસુરામાં ૭૨ મિ.મી., મોડાસામાં ૫૯ મિ.મી., બાયડમાં ૫૭ મિ.મી., મેઘરજમાં ૫૫ મિ.મી., માલપુરમાં ૪૬ મિ.મી., શામળાજીમાં ૩૩ મિ.મી. તથા સથાંબા અને ભિલોડામાં ૨૮-૨૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મહીસાગર જિલ્લામાં બાલાસિનોરમાં ૬૦ મિ.મી., વિરપુરમાં ૩૬ મિ.મી., ખાનપુરમાં ૨૯ મિ.મી., લુણાવાડામાં ૧૪ મિ.મી., કોતંબામાં ૧૬ મિ.મી., સંતરામપુરમાં ૧૦ મિ.મી. અને કડાણામાં ૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વડોદરા જિલ્લામાં સિનોરમાં ૪૬ મિ.મી., કરજણમાં ૩૧ મિ.મી., વડોદરા અને દેસરમાં ૨૪-૨૪ મિ.મી., ડભોઈમાં ૧૬ મિ.મી., વાઘોડિયામાં ૧૪ મિ.મી. તથા સાવલીમાં ૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ખેડા જિલ્લામાં નડિયાદમાં ૪૫ મિ.મી., કપડવંજમાં ૪૩ મિ.મી., ગળતેશ્વરમાં ૪૨ મિ.મી., મહુધામાં ૩૯ મિ.મી., મહેમદાવાદમાં ૩૨ મિ.મી., વાસોમાં ૨૭ મિ.મી., કઠલાલમાં ૨૫ મિ.મી., ખેડામાં ૨૦ મિ.મી., માતરમાં ૧૯ મિ.મી. તથા ફાગવેલ અને ઠાસરામાં ૧૨-૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

દાહોદ જિલ્લામાં દાહોદમાં ૫૬ મિ.મી., ગરબાડામાં ૩૬ મિ.મી., લીમખેડામાં ૧૬ મિ.મી., ફતેપુરામાં ૧૫ મિ.મી., ધાનપુર અને ગોવિંદ ગુરુ લીમડીમાં ૧૨-૧૨ મિ.મી., સંજેલીમાં ૧૧ મિ.મી., ઝાલોદ, દેવગઢ બારિયા અને સુખસરમાં ૧૦-૧૦ મિ.મી. તેમજ સિંગવડમાં ૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

પંચમહાલ જિલ્લામાં હાલોલમાં ૩૯ મિ.મી., ગોધરામાં ૧૮ મિ.મી., જામબુઘોડામાં ૧૬ મિ.મી., શેહેરા અને મોરવા (હડફ)માં ૧૧-૧૧ મિ.મી., કાલોલમાં ૬ મિ.મી. અને ઘોઘંબામાં ૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં ૫૯ મિ.મી., વિસનગર, કડી અને જોટાણામાં ૧૫ થી ૧૬ મિ.મી., મહેસાણામાં ૪ મિ.મી. તથા ખેરાલુમાં ૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ જિલ્લામાં દેત્રોજ-રામપુરામાં ૨૩ મિ.મી., ધોળકામાં ૨૦ મિ.મી., અમદાવાદ શહેરમાં ૧૮ મિ.મી., દાસક્રોઈમાં ૧૬ મિ.મી., માંડલમાં ૧૧ મિ.મી., સાનંદ અને બાવળામાં ૫-૫ મિ.મી., ધોલેરામાં ૪ મિ.મી. તથા વિરમગામમાં ૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

(11:29 AM IST)