News of Monday, 8th June 2026
બ્રેઇન ટયુમરના લક્ષણો પ્રત્યે સતર્ક રહોઃ પ્રફુલ પાનસેરિયા GCRI માં વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ : ડો.શશાંક પંડયા
આજે વિશ્વ બ્રેઇન ટયુમર દિવસ

રાજકોટઃ લોકોમાં ગંભીર બીમારીઓ પ્રત્યે જાગળતિ લાવવા અને વહેલા નિદાન માટે પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે ૮ જૂનને વિશ્વભરમાં ‘વિશ્વ બ્રેઈન ટયુમર દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ વિશેષ અવસરે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને બ્રેઈન ટયુમરના લક્ષણો પ્રત્યે સતર્ક અને જાગળત રહેવા ખાસ અપીલ કરી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, બ્રેઈન ટયુમર એ મગજના અસામાન્ય કોષોની અનિયંત્રિત વળદ્ધિ છે અને તે કોઈપણ ઉંમરે થઈ શકે છે. જોકે, અદ્યતન તબીબી વિજ્ઞાનના કારણે હવે બ્રેઇન ટયુમરની સફળ સારવાર અને સંપૂર્ણ રિકવરી શકય બની છે. આથી, સમયસર જાગળતિ, વહેલું નિદાન અને ત્વરિત સારવાર જ દર્દીનો જીવ બચાવી શકે છે.
અમદાવાદની GCRI હોસ્પિટલની સુવિધાઓ અંગે વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અહીં કેન્સરના દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરનું નિદાન અને અદ્યતન સારવાર મળી રહે છે, પરિણામે ગુજરાતના દર્દીઓએ રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી.
ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (GCRI) ના નિયામક ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું કે, સંસ્થા ખાતે છેલ્લા પાંચ વર્ષમાં બ્રેઈન ટયુમરના દર્દીઓને વૈશ્વિક સ્તરની અદ્યતન સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૨૧ માં ૨૭૯, ૨૦૨૨ માં ૨૭૫, ૨૦૨૩ માં ૨૭૩, ૨૦૨૪ માં ૨૪૮ અને વર્ષ ૨૦૨૫ માં ૨૫૨ કેસો નોંધીને દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. નિયામકશ્રીએ હોસ્પિટલની વૈશ્વિક સ્તરની સુવિધાઓની વિગતો આપતા જણાવ્યું કે, GCRI ખાતે દર્દીઓ અદ્યતન રેડિયોથેરાપી સુવિધાઓ સાયબરનાઇફ CyberKnife જેવી વિશ્વસ્તરીય અને અત્યાધુનિક રેડિયો સર્જરી Stereotactic Radiosu-rgery તેમજ રેડિયોથેરાપી ટેક્રોલોજી ઉપલબ્ધ છે. ખાસ નોંધનીય છે કે CyberKnife એ કોઈ સર્જિકલ (વાઢકાપ કરવાનું) મશીન નથી, પરંતુ અત્યંત ચોકસાઈપૂર્વક રેડિયેશન આપતી એક અદ્યતન સારવાર પદ્ધતિ છે. તે બ્રેઈન ટયુમર સહિત વિવિધ ન્યુરોલોજિકલ અને ઓન્કોલોજીકલ (કેન્સર સંબંધિત) રોગોની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. આ ટેક્રોલોજીની મદદથી આસપાસના સ્વસ્થ મગજના ભાગને ન્યૂનતમ નુકસાન પહોંચાડીને અત્યંત અસરકારક સારવાર આપી શકાય છે.
અદ્યતન ૩T MRI, હાઈ-રિઝોલ્યુશન CT Scan તેમજ પોર્ટેબલ CT Scan ની સુવિધા, જેના દ્વારા ગંભીર દર્દીઓને ખસેડ્યા વગર ICUમાં જ ઝડપી અને ચોક્કસ નિદાન શકય બને છે.
અત્યાધુનિક ઓપરેશન સુવિધાઓઃ જટિલ અને સુરક્ષિત સર્જરી માટે એક્ઝોસ્કોપ, નેવિગેશન સિસ્ટમ અને CUSA ટેકનોલોજી.
જટિલ રોગોની સારવારઃ મગજમાં ઊંડે આવેલા AVM - લોહીની નળીઓનું ગૂંચળું, કેવર્નસ હેમેન્જીયોમા અને હિમેન્જીયોબ્લાસ્ટોમાની અત્યંત ચોકસાઈપૂર્વક સારવાર.
દર્દી ઝડપથી સ્વસ્થ થઈ પોતાના દૈનિક કાર્યો કરી શકે તે માટે ફિઝિયોથેરાપીની વિશેષ સુવિધા.
નિયામક શ્રીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના દર્દીઓને આવી અદ્યતન સારવાર મેળવવા માટે રાજ્ય બહાર જવાની બિલકુલ જરૂર નથી. GCRI ખાતે CyberKnife સહિતની તમામ વિશ્વસ્તરીય સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે, અને પાત્રતા ધરાવતા દર્દીઓને ‘PMJAY’ -આયુષ્માન ભારત યોજના હેઠળ આ સારવાર તદ્દન નિઃશુલ્ક મળી શકે છે.
બ્રેઈન ટયુમર
બ્રેઈન ટયુમર મુખ્યત્વે પ્રાયમરી બ્રેઈન ટયુમર, પ્રાયમરી સ્પાઈનલ ટયુમર અને મેટાસ્ટેટિક ટયુમર - શરીરના અન્ય અંગોમાંથી મગજમાં ફેલાતી ગાંઠ જેવા પ્રકારો ધરાવે છે. તેના માટે મુખ્યત્વે આનુવંશિક પરિવર્તન, વારસાગત કૌટુંબિક ઇતિહાસ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને હાઈ-ડોઝ રેડિયેશન એક્સપોઝર જવાબદાર હોઈ શકે છે.
મુખ્ય લક્ષણો
ર્ં સતત અને અસહ્ય માથાનો દુખાવો - જે ઘણીવાર સવારના સમયે અથવા સૂતી વખતે વધુ ગંભીર હોય છે.
અચાનક ખેંચ (Seizures) આવવી - મગજમાં થતી અનિયંત્રિત વિદ્યુત વિક્ષેપની સ્થિતિ. યાદશક્તિ અને એકાગ્રતાની સમસ્યાઓ તેમજ માનસિક મૂંઝવણ. દ્રષ્ટિ અથવા શ્રવણ શક્તિમાં ફેરફાર - ઝાંખી દ્રષ્ટિ, એક વસ્તુના બે દેખાવા-ડબલ વિઝન અથવા સાંભળવાની શક્તિ ઓછી થવી. ઉબકા અને ઉલટી - જે મગજની અંદર વધતા દબાણને કારણે થાય છે. શરીરની એક બાજુએ નબળાઈ કે નિષ્ક્રિયતા - Numbness અનુભવવી અથવા ચાલવામાં સંતુલન ગુમાવવું.
વધુ માહિતી માટે સંપર્ક : ધ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-૧૬ ફોન નં. ૦૭૯-રર૬૮૮૦૦૦.
પ્રફુલ પાનસેરિયા
ડો.શશાંક પંડયા
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
