તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
પાલનપુર એરોમા સર્કલ પર ખેડૂતોનો ચક્કાજામ: વિવિધ માગને લઈને વિરોધ પ્રદર્શન
ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ અને બટાકાની સબસિડી સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો દ્વારા રજૂઆત કરાઈ

બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલ પર ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને યોજાયેલી મહારેલી દરમિયાન ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતો એરોમા સર્કલ પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. ટ્રેક્ટરની ટ્રોલી પાર્કિંગ અને બટાકાની સબસિડી સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત બનાસ નદીને મુખ્ય કેનાલ સાથે જોડવાની તેમજ ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ કરવામાં આવી હતી.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
