તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 24th April 2026
જાણીતા સમાજ સેવક અને સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું નિધન
હિંમતનગર પાસે આવેલી 'સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ'ના સ્થાપક હતા:પાંચ દાયકાથી પણ વધુ સમયથી રક્તપિત્તના દર્દીઓ, વિકલાંગો અને અનાથ બાળકોની સેવામાં કાર્યરત હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત જાણીતા સામાજિક કાર્યકર અને પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું દુઃખદ નિધન થયું છે તેઓને 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા .
સુરેશભાઈ સોની હિંમતનગર પાસે આવેલી 'સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ'ના સ્થાપક હતા, જ્યાં તેઓ પાંચ દાયકાથી પણ વધુ સમયથી રક્તપિત્તના દર્દીઓ, વિકલાંગો અને અનાથ બાળકોની સેવામાં કાર્યરત હતા.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫માં તેમના નિઃસ્વાર્થ સામાજિક કાર્યો માટે તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
તેમણે હિંમતનગર-શામળાજી હાઇવે પર ૩૭ એકર જમીનમાં સંસ્થા સ્થાપીને હજારો દર્દીઓને આશરો અને નવું જીવન આપ્યું હતું.
તેમના નિધનથી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતના સેવાકીય ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે.
સુરેશભાઈએ સાબરકાંઠાના હિંમતનગર પાસે 'સહયોગ' નામનું ગામ વસાવીને છેલ્લા અનેક દાયકાઓથી કુષ્ઠરોગીઓની નિઃસ્વાર્થ સેવા કરી હતી.
તેમની આ માનવતાવાદી સેવાની કદરરૂપે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫માં તેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૪૪ ના રોજ વડોદરા જિલ્લાના શિનોર ખાતે થયો હતો.
તેમના પત્ની ઈન્દિરાબેન અને સંતાનો પણ આ સેવાકાર્યમાં તેમની સાથે જોડાયેલા હતા.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
