News of Sunday, 4th October 2026
સુરતના સારોલીમાં કાપડના વેપારી સાથે રૂપિયા 1.24 કરોડથી વધુની છેતરપિંડી કરનારા બે ઝડપાયા.
આરોપીઓએ વેપારી પાસેથી નાની રકમનો કાપડનો જથ્થો ખરીદી સમય પર પેમેન્ટની ચુકવી દેતા બાદમાં મોટી રકમમાં કાપડનો જથ્થો ખરીદી સમય પર પેમેન્ટની ચુકવણી ન કરી ફરાર થઈ ગયા હતા

સુરતના સારોલીમાં કાપડના વેપારી સાથે રૂપિયા 1.24 કરોડથી વધુની છેતરપિંડી કરનારા બે ઝડપાયા છે, સારોલી પોલીસે આરોપી લલિતકિશન સાઢ અને રામશરણ યાદવને ઝડપી પાડ્યો છે . આરોપીઓએ વેપારી પાસેથી નાની રકમનો કાપડનો જથ્થો ખરીદી સમય પર પેમેન્ટની ચુકવણી કરી દેતા હતા. આ રીતે સતત વ્યવહાર કરતા હતા અને વિશ્વાસ કેળવી લેતા હતા અંતે મોટી રકમમાં કાપડનો જથ્થો ખરીદી સમય પર પેમેન્ટની ચુકવણી ન કરી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
