<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં ભડકો: જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પક્ષના જ નારાજ કાર્યકરો પર ફોડ્યું પરાજયનું ઠીકરું

તેમણે સ્વીકાર્યું છે કે જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારોની ઓછા માર્જિનથી હાર થઈ છે, તેના માટે પક્ષની અંદરનું મનદુઃખ અને આંતરિક જૂથબંધી જવાબદાર છે.

બનાસકાંઠા જિલ્લા અને ખાસ કરીને વાવ-થરાદ વિસ્તારમાં પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા દેખાવ બાદ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્વીકાર્યું છે કે જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારોની ઓછા માર્જિનથી હાર થઈ છે, તેના માટે પક્ષની અંદરનું મનદુઃખ અને આંતરિક જૂથબંધી જવાબદાર છે. ગુલાબસિંહ રાજપૂતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, ટિકિટ માંગનારા જે ઉમેદવારોને ટિકિટ નહોતી મળી, તેમણે પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતું અને આ નારાજગી મતદાન સુધી નડી હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. બનાસકાંઠા અને વાવ-થરાદની મોટાભાગની તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો પર મળેલી હાર બાદ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે પક્ષના જ કાર્યકરોએ કરેલા બળવાને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી છે. આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

(1:06 AM IST)