તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
છેલ્લા 5 વર્ષમાં ACB ના કોર્ટમાં ચાલતા 539 કેસ પૈકી 250 કેસ કોર્ટમાં સાબિત જ થઈ શક્યા નથી
વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટમાં ACBની કામગીરીના આંકડા સામે આવ્યા:.ACB દ્વારા કોર્ટમાં માત્ર 148 કેસ જ સાબિત કરાયા

ગાંધીનગર એસીબીની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે છટકુ ગોઠવીને વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ-વન ઓફિસર એ.બી. ચૌધરીને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા છે.અધિકારીની ધરપકડ બાદ સચિવાલય સહિતના સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.એ.બી. ચૌધરીએ સોલાર પેનલ ફિટ કરવાના લાયસન્સ અને એનઓસી (NOC) આપવા માટે લાંચની મોટી રકમની માગણી કરી હતી.એસીબી હાલમાં અધિકારીની સાચી આવક અને મળી આવેલી સંપત્તિના આંકડાઓની સરખામણી કરી રહી છે.આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થાય તેવી પ્રબળ શક્યતા છે.
આ ઘટનાને લઈને જોઈએ તો, વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટમાં ACBની કામગીરીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કોર્ટમાં ચાલતા 539 કેસ પૈકી 250 કેસ કોર્ટમાં સાબિત જ થઈ શક્યા નથી.ACB દ્વારા કોર્ટમાં માત્ર 148 કેસ જ સાબિત કરવામાં આવ્યા છે. જ્યારે સાત કેસ એવા છે જેમાં આરોપીને છોડી મુકવામાં આવ્યા છે. વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ACBએ કરેલી ટ્રેપ અને નિષ્ફળ ગયેલી ટ્રેપના આંકડા પણ સામે આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કરેલી 854 સફળ ટ્રેપની સામે 566 ટ્રેપ નિષ્ફળ રહી છે.
વર્ષ 2024મા ACBએ 349 આરોપીઓ સામે કેસ દાખલ કર્યા હતા, જેમાં વર્ગ એકના 17 કર્મચારીઓ ,વર્ગ 2 ના 39 કર્મચારીઓ, વર્ગ 3ના 136 કર્મચારીઓ વર્ગ 4ના 6 કર્મચારી, જ્યારે 151 ખાનગી આરોપીઓ સામે કેસો દાખલ થયા હતાં.કુલ 231 ગુનાઓ પૈકી 186 ટ્રેપ ,23 ડીકોય ,બાર આવક કરતા વધુ સંપત્તિ અને 10 અન્ય કેસો નોંધાયા હતા. જોકે છેલ્લા પાંચ વર્ષમાં ACBએ કરેલી ચાર્જશીટ અને કોર્ટમાં ગુના સાબિત થયા કે નહીં તેના આંકડા પણ સામે આવ્યા છે.148 કેસ સાબિત થયા જ્યારે 250 કેસ ACB કોર્ટમાં સાબિત જ ન કરી શકી.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
