તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ભાજપ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની સંગઠનાત્મક નિમણૂંક જાહેર : પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી અને મંત્રી સહિતના હોદ્દેદારોની યાદી પ્રસિદ્ધ : જુઓ સંપૂર્ણ લિસ્ટ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટ સોલંકી દ્વારા ૨૧ હોદ્દેદારોની જાહેરાત કરાઈ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના નવા સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા પ્રદેશ પદાધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.
તા. ૧૪.૦૯.૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર નિમણૂંક પામેલા હોદ્દેદારો અને તેમના જિલ્લા/મહાનગરની વિગતો નીચે મુજબ છે:
પ્રદેશ ઉપાધ્યક્ષ:
* અશ્વિનભાઈ ગૌતમભાઈ સક્સેના (બનાસકાંઠા)
* સુરેશચંદ્ર ચંદુલાલ મકવાણા (નવસારી)
* હિતેશભાઈ પુનમભાઈ મકવાણા (ગાંધીનગર શહેર)
* હંસાબેન જેઠાભાઈ પારધી (મોરબી)
* ભગવાનદાસ ધુમાભાઈ પરમાર (સાબરકાંઠા)
* યોગેશભાઈ હરીહર બુદ્ધ (અરવલ્લી)
* પ્રવિણભાઈ મધાભાઈ પરમાર (બનાસકાંઠા)
* સંજયભાઈ બધાભાઈ મકવાણા (જામનગર શહેર)
પ્રદેશ મહામંત્રી:
* વંદનાબેન મનસુખભાઈ મકવાણા (જૂનાગઢ જિલ્લો)
* વિક્રમભાઈ અનિલભાઈ તરસાડીયા (તાપી)
* વિનોદભાઈ રણછોડભાઈ સોલંકી (વડોદરા જિલ્લો)
પ્રદેશ મંત્રી:
* ભરતભાઈ ધુળાભાઈ શ્રીમાળી (દાહોદ)
* મહેશભાઈ કેશુભાઈ મકવાણા (સુરેન્દ્રનગર)
* દીપીકાબેન પ્રેમજીભાઈ ચાવડા (સુરત શહેર)
* વિજયભાઈ કે. સોલંકી (કર્ણાવતી)
* મનોજભાઈ કલાભાઈ પરમાર (જામનગર જિલ્લો)
* દાનજીભાઈ મુળજીભાઈ ચાવડા (બોટાદ)
* કનુભાઈ હિરાભાઈ પ્રણામી (અરવલ્લી)
* ઇંગિતભાઈ મનુભાઈ ચૌહાણ (મહીસાગર)
પ્રદેશ કોષાધ્યક્ષ:
* દીપકકુમાર કાંતિલાલ રાઠોડ (અમદાવાદ જિલ્લો)
પ્રદેશ કાર્યાલય મંત્રી:
* કરણાભાઈ હેમંતભાઈ પ્રિયદર્શી (કર્ણાવતી)
આ નિમણૂંકોથી પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
