તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
સુરતમાં હોસ્પિટલોમાં ખાસ હીટવેવ વોર્ડ અને ORS કોર્નર તૈયાર કરવા આદેશ
50 બેડની ક્ષમતા ધરાવતી સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) હોસ્પિટલોમાં ખાસ કરીને હીટવેવના દર્દીઓ માટે 2-2 બેડ અનામત રાખવામાં આવ્યા

સુરત :ગુજરાતમાં સતત વધી રહેલા તાપમાન અને આકરા ઉનાળાના કહેરને પગલે નાગરિકોને લૂ (હીટવેવ) થી બચાવવા માટે રાજ્ય સરકારે હોસ્પિટલોમાં વિશેષ તકેદારી અને કટોકટીની તૈયારીઓના આદેશ આપ્યા છે. સુરતમાં વેક્સિન બ્રાન્ચના ડેપ્યુટી એમઓએસ ડૉ. ખુશબુએ જણાવ્યું હતું કે, અતિશય ગરમીને ધ્યાનમાં રાખીને તમામ 80 અર્બન હેલ્થ સેન્ટર્સ (UHC) ખાતે હાઇડ્રેશન પોઇન્ટ્સ અને ઓઆરએસ (ORS) કોર્નર શરૂ કરી દેવાયા છે.
આ ઉપરાંત, 50 બેડની ક્ષમતા ધરાવતી સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) હોસ્પિટલોમાં ખાસ કરીને હીટવેવના દર્દીઓ માટે 2-2 બેડ અનામત રાખવામાં આવ્યા છે. કટોકટીની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડિકલ ઓફિસર્સ અને નર્સિંગ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
