<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

આગામી ત્રણ કલાક સુધી રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ: ભારે પવનની આગાહી

ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને નર્મદા સહિતના કુલ ૧૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા રાજ્યના 16 જિલ્લાઓ માટે આગામી 2 થી 3 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યા છે. ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને નર્મદા સહિતના કુલ ૧૬ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી સમયગાળામાં ૫ થી 15 મિલીમીટર સુધીનો વરસાદ થવાની અને સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા અપીલ કરવામાં આવી છે.

(9:29 PM IST)