<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની વરણીમાં રોટેશન મુદ્દે વિરોધ :કોંગ્રેસનું ડેલીગેશન ચૂંટણી આયોગમાં રજૂઆત કરવા પહોંચ્યું

વિવિધ પંચાયતોમાં રોટેશનના ધોરણ મુજબ હોદ્દેદારોની નિયુક્તિ કરવા બાબતે કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી

અમદાવાદ :કોંગ્રેસનું એક ઉચ્ચસ્તરીય ડેલીગેશન આજે ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્ય ચૂંટણી આયોગમાં રજૂઆત કરવા પહોંચ્યું હતું. વિવિધ પંચાયતોમાં રોટેશનના ધોરણ મુજબ હોદ્દેદારોની નિયુક્તિ કરવા બાબતે કોંગ્રેસે ઉગ્ર રજૂઆત કરી છે. ખાસ કરીને આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે એસટી (ST) અનામત હોવા છતાં અને કોંગ્રેસે આ બેઠક જીતી હોવા છતાં, સત્તા પક્ષ દ્વારા પ્રણાલી ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસનો આરોપ છે કે સત્તા પક્ષ ગુજરાત બહારની કોઈ વ્યક્તિને પ્રમુખ પદની કમાન સોંપવા કવાયત કરી રહ્યું છે. આ મામલે ડેલીગેશન હવે પંચાયત વિભાગમાં પણ રજૂઆત કરશે.

(1:10 AM IST)