તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ઓપરેશન મિલાપ : ૧૫ દિવસમાં ૭૦૧ ગુમ વ્યક્તિઓ પરિવારને પરત મળ્યા
મુખ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવના માર્ગદર્શનમાં CID ક્રાઇમના એડિશનલ DGP અજય ચૌધરીની ટીમની સફળતા : સેન્ટિફિક પદ્ધતિ અને ટેકનોલોજીથી કામગીરી, પરિવારમાં હર્ષના આંસુ

રાજકોટ તા. રાજ્યમાંથી ગુમ થયેલ બાળકો, મહિલાઓ, યુવા વગેરેને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે ગુજરાતના મુખ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શનમાં CID ક્રાઇમના એડિશનલ DGP અજય ચૌધરીની ટીમ દ્વારા ‘ઓપરેશન મિલાપ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંગે રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ જણાવે છે કે અમે માત્ર ૧૫ દિવસમાં ૭૦૧ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જ્યારે પરિવારજનો તેમના સ્વજનોને મળ્યા ત્યારે પરિવારમાં હર્ષના આંસુ આવ્યા હતા.
આ બાબતે અકિલા સાથેની વાતચીતમાં CID ક્રાઇમના એડિશનલ DGP અજય ચૌધરીએ જણાવ્યું કે, અમારી સફળતા પાછળ ટીમની સખ્ત મહેનત, સેન્ટિફિક પદ્ધતિ અને ટેકનોલોજીનો ઉપયોગ મુખ્ય છે. આ સાથે પોલીસ તંત્રમાં પોરબંદરથી દાહોદ સુધીના જિલ્લા અને રાજ્યોના મહાનગરમાં જવાબદારીવાળા સ્થાને ફરજ બજાવવાનો અનુભવ ધરાવતા ડો. કે.એલ.એન.રાવનું માર્ગદર્શન પણ એટલું જ મહત્વનું રહ્યું છે. તેમણે વિવિધ જિલ્લાઓમાં થયેલી કામગીરીની વિગતો પણ વર્ણવી હતી.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
