તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
ગુજરાતમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલી રહી છે ,વારંવાર થતા પેપર લીક મોટા કૌભાંડનો સંકેત: કોંગ્રેસના આકરા પ્રહાર
NEET પેપર લીક મામલે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા: આગામી 22-23 જૂને રાજ્યભરમાં 'છાત્ર ગુંજ' કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન

અમદાવાદ : NEET પેપર લીક મામલે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને વારંવાર થતા પેપર લીક મોટા કૌભાંડનો સંકેત છે. તેમણે દાવો કર્યો છે કે, 30 મેના રોજ થયેલા NEET પેપર લીકના કારણે 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા છે અને લાખો યુવાનોના સપના ચકનાચૂર થઈ ગયા છે, છતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું નથી કે જવાબદારો સામે કોઈ કડક પગલાં ભરાયા નથી.
આ ઉપરાંત, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હોવાનો આક્ષેપ કરવાની સાથે તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પરીક્ષાની તૈયારીઓનો મોટો આર્થિક બોજ પડી રહ્યો છે, જેના વિરોધમાં આગામી 22-23 જૂને રાજ્યભરમાં 'છાત્ર ગુંજ' કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
