<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રાજ્‍યની બેંકોમાં માત્ર ચાર લાખ લોકરઃ જરૂરિયાત ૨૦ લાખની

કિંમતી ચીજવસ્‍તુ મુકવી છે પણ લોકર જ મળતા નથી : ઓછી નફાકારકતા, વિશાળ જગ્‍યા, જાળવણીનો ખર્ચ વધુ હોવાથી બેંકો લોકર સુવિધા આપવામાં નિરસ

અમદાવાદ,તા.૭: ગુજરાતમાં ધનપતિઓ તો વધ્‍યા છે પરંતુ તેમના ધનસંપત્તિના લોકરોની ભારે અછત સર્જાઈ રહી છે. વૈ વૈપાર, ઉદ્યોગ અને રોકાણમાં દેશના અગ્રણી રાજ્‍યોમાં સ્‍થાન ધરાવતા ગુજરાતમાં હવે બેંક લોકર્સની અછત પણ ગંભીર મુદ્દો બની રહી છે. સોનું, હીરા, દાગીના અને અગત્‍યના દસ્‍તાવેજોની સુરક્ષા માટે લોકોમાં લોકર્સની માંગ સતત વધી રહી છે, પરંતુ તેની સરખામણીએ નવા લોકર્સનો પુરવઠો ધીમો હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં અનેક બેંકોમાં લાંબું વેઇટિગ લિસ્‍ટ જોવા મળી રહ્યું છે.

દેશમાં હાલમાં અંદાજે ૬૦ લાખ જેટલા બેંક લોકર્સ ઉપલબ્‍ધ હોવાનું બેંકિગ ક્ષેત્રના અહેવાલો દર્શાવે છે. બીજી તરફ ૨૦૩૦ સુધીમાં દેશના સમૃદ્ધ પરિવારોને જ આશરે ૬ કરોડ લોકર્સની જરૂર પડશે એવો અંદાજ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. એટલે કે હાલની ક્ષમતા સામે માંગ દસ ગણી વધારે છે. ગુજરાતની વાત કરીએ સૂત્રો અનુસાર રાજ્‍યમાં અંદાજે ૬૮,૩૦૦ જેટલા મિલિયોનેર પરિવારો છે, જેના કારણે ગુજરાત દેશના ટોચના સમૃદ્ધ રાજ્‍યોમાં સ્‍થાન ધરાવે છે. હીરા, ટેક્‍સટાઇલ, કેમિકલ, ફાર્મા અને એન્‍જાિનિયરિગ ઉદ્યોગોના વિકાસ સાથે કિમતી દાગીના અને દસ્‍તાવેજોની સુરક્ષિત સંગ્રહ વ્‍યવસ્‍થાની જરૂરિયાત પણ વધી રહી છે.બેંકિગ ક્ષેત્રના જાણકારોના અંદાજ મુજબ ગુજરાતમાં હાલમાં અંદાજિત ૪ લાખથી વધુ બેંક લોકર્સ કાર્યરત છે, જ્‍યારે આગામી સમયમાં તેના કરતાં પાંચ ગણા એટલે કે રાજ્‍યને ૨૦થી ૩૦ લાખ લોકર્સની જરૂરિયાત ઊભી થઈ શકે છે. હાલમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગર જેવા શહેરોમાં લોકરની વિશેષ અછત અનુભવાઈ રહી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે લોકર સુવિધામાં વધારો ન થવા પાછળ મુખ્‍ય કારણ બેંકો માટે તેની ઓછી નફાકારકતા છે. મજબૂત સુરક્ષા વ્‍યવસ્‍થા, વિશાળ જગ્‍યા અને જાળવણીનો ખર્ચ વધુ હોવાથી બેંકો લોન અને અન્‍ય સેવાઓને વધુ પ્રાધાન્‍ય આપે છે. ઉપરાંત ય્‍ગ્‍ત્‍ના નવા નિયમો બાદ લોકર્સની સુરક્ષા અંગે બેંકોની જવાબદારી પણ વધી છે. વર્ષો સુધીનિષ્‍ક્રિય રહેતા લોકર્સ પણ ઉપલબ્‍ધ ક્ષમતા ઘટાડે છે.

 જોકે હવે કેટલીક ખાનગી બેંકો ઓટોમેટેડ લોકર બ્રાન્‍ચ શરૂ કરી રહી છે અને બાયોમેટ્રિક આધારિત સ્‍માર્ટ લોકર્સ પણ બજારમાં આવી રહ્યા છે.

જો આવી સુવિધાઓનો વ્‍યાપ વધશે તો ગુજરાતના વેપારીઓ અને રોકાણકારોને લોકર્સની વધતી અછતમાંથી રાહત મળી શકે છે.

(9:51 AM IST)