<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ટેકનિકલ મેન્ટેનન્સના કારણે મહેસૂલ વિભાગના E-Dhara, iORA અને AnyROR પોર્ટલની ઓનલાઈન સેવાઓ તા. ૨ થી ૬ સપ્ટેમ્બર સુધી સ્થગિત રહેશે

ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજની ડેટા એન્ટ્રી, એપોઇન્ટમેન્ટ બુકિંગ, દસ્તાવેજ નોંધણી અને ઇન્ડેક્સ-૨ ની પ્રમાણિત નકલ મેળવવાની પ્રક્રિયા ચાર દિવસ માટે અટકાવાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:રાજ્યમાં મહેસૂલ વિભાગ હેઠળ સંચાલિત મુખ્ય ડિજિટલ પોર્ટલ્સ E-Dhara, iORA અને AnyROR પર મેન્ટેનન્સ એક્ટિવિટી હાથ ધરવામાં આવી રહી હોવાથી, નોંધણી પ્રભાગની મહત્વની ઓનલાઈન કામગીરી અને સેવાઓ આજે તા. ૨ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકથી લઈને આગામી તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૩૦ કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મેહસૂલ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર, આ ચાર દિવસના સમયગાળા દરમિયાન ગરવી (Garvi) પોર્ટલ મારફતે થતી ખેતીના દસ્તાવેજ માટેની ડેટા એન્ટ્રી તેમજ એપોઇન્ટમેન્ટ બુકિંગની કામગીરી પૂર્ણપણે સ્થગિત રહેશે. આ સાથે જ ગરવી પોર્ટલ પર ખેતીના દસ્તાવેજની નોંધણી, iORA પોર્ટલ મારફતે અનુક્રમણિકા-૨ (Index-2) ની પ્રમાણિત નકલ મેળવવી તેમજ iORA મારફત દસ્તાવેજની પ્રમાણિત નકલ મેળવવા સહિતની તમામ ડિજિટલ સેવાઓ બંધ રહેશે. પોર્ટલ પર સિસ્ટમ અપગ્રેડેશન અને મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ સેવાઓ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે.

(7:33 PM IST)