News of Sunday, 31st May 2026
ગોધરા-અમદાવાદ હાઇવે પર ટુવા ગામ પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત :એક ઘાયલ
હાઇવે ક્રોસ કરી રહેલા એક બાઇક ચાલકને પૂરપાટ ઝડપે આવી રહેલી બસે જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો

પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઇવે પર ટુવા ગામ પાસે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. હાઇવે ક્રોસ કરી રહેલા એક બાઇક ચાલકને પૂરપાટ ઝડપે આવી રહેલી બસે જોરદાર અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના આ ભયાનક દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જ્યારે ઘટનાને પગલે સ્થાનિક પોલીસે દોડી આવીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
