News of Sunday, 30th August 2026
આમલેથા અને રાજપીપળા પોલીસ સ્ટેશનની હદમાં બે અકસ્માતમાં એકનું મોત, ત્રણને ગંભીર ઇજા
કુમસગામના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપરકાર ચાલકે અડફેટે લેતા એકનું મોત

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે ત્રણને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર કુમસગામના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર થયેલા અકસ્માત બાબતે ઠાકોરભાઇ વિરજીભાઈ વસાવા(રહે, અમરપરા તા.નાંદોદ જી.નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ એક કીયા સેલ્ટોસ ફોર વ્હિલ ગાડી નં.GJ-16-DP-6695 ની પુરઝડપે હંકારી લાવી ફરીયાદીના સાડુભાઇ કનૈયાભાઈ કાલીદાસભાઇ વસાવા નાઓ સાથે એકસીડન્ટ કરી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી નાશી જઇ તેમજ કનૈયાભાઇને માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હોય આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજી ઘટના વાવડી દુધ ડેરી પાસે રોડ ઉપર બની જેમાં પિયુશભાઇ શામળભાઇ પટેલ(રહે, થરી, મહાદેવ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા )નાઓ ની ફરિયાદ મુજબ તેમના ભાણેજ વિષ્ણુભાઇ તથા મનહરભાઇનાઓ વાવડી ગામે દુધ ડેરી પાસે આવેલ બાકડા પર બેઠેલ હતા તે વખતે વાવડી ગામના ગેટ તરફથી આવતા આઇસર ટેમ્પો રજી-નં.-RJ-27-GD-7367ના ચાલકે પોતાનો આઇસર ટેમ્પો પુરઝડપે હંકારી લાવી ટક્કર મારી એક્સીડન્ટ કરતા બાકડા પર બેસેલ તેમના ભાણેજ વિષ્ણુભાઇ ના જમણા પગનો જોગથી નીચેનો ભાગ સુધી સંપુર્ણ છુંદી નાખી તેમજ ડાબા પગમાં ઘુંટણના ભાગે ઇજા કરી તેમજ મનહરભાઇ ને ડાબા પગના ઘુટીના ભાગે ઇજા કરી નાશી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
