તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 1st July 2026
દેડિયાપાડાના મોટાસુકાઆંબા ગામના રહેણાંક મકાનમાંથી પકડાયેલા ગાંજા સાથે એકની ધરપકડ
લીલાસ પડતો બીજ પાંદળાવાળો સુકો ગાંજો ૧૩૫ ગ્રામ કૂલ કી.રૂ. ૬,૭૫૦નો મુદામાલ જપ્ત

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લામાં અનેકવાર એસ ઓ.જી દ્વારા ગાંજો પકડવામાં આવે છે ત્યારે હાલમાં પણ દેડિયાપાડા તાલુકાના મોટા સુકા આંબા ગામથી પકડાયેલા ગાંજા સાથે એસ ઓ.જી એ એક શખ્શની ધરપકડ કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ સીડી પટેલનાઓએ આપેલી ફરિયાદ મુજબ પીઆઇ કે.એ. વાળાના માર્ગદર્શન અને સૂચના મુજબ
રમેશભાઈ મોતિયાભાઇ વસાવા (રહે.મોટાસુકાઆંબા તા. ડેડીયાપાડા જી.નર્મદા )નાઓ ને ત્યાં રેડ કરતા તેઓએ પોતાના કબજાના ઘરમાં એક પારદર્શક પ્લા.ની કોથળીમાં વનસ્પતિ જન્ય લીલાસ પડતો બીજ પાંદળાવાળો સુકો ગાંજો ૧૩૫ ગ્રામ કૂલ કી.રૂ. ૬,૭૫૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૬,૭૫૦/- ના મુદ્દામાલ સાથે રમેશભાઈ વસાવાની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે.આ કેસ ની તપાસ પો.સબ.ઇન્સ. એ.જી.ખોથ દેડીયાપાડા પોલીસ સ્ટેશન જી.નર્મદા નાઓ કરી રહ્યા છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
