તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
બુધવારે રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગરોમાં CHC, PHC તથા UCHC ખાતે આરોગ્ય તપાસ શિબિરો યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ કાલે રાજ્યભરમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે:રાજ્યભરમાં MCH, GMERS, DH તથા SDH હોસ્પિટલો ખાતે મહિલા આરોગ્ય અને સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જનહિતના કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સેવાયજ્ઞ અંતર્ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે.
બુધવારે રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગરોમાં CHC, PHC તથા UCHC ખાતે આરોગ્ય તપાસ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મહિલા આરોગ્ય અને સ્વચ્છતાને લગતા કાર્યક્રમો રાજ્યભરમાં MCH, GMERS, DH તથા SDH હોસ્પિટલો ખાતે યોજાશે. ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ આ આરોગ્ય શિબિરોમાં સ્થાનિક સ્તરે વધુમાં વધુ નાગરિકો આ સેવાઓનો લાભ લઈ શકે તે માટે સક્રિય ભૂમિકા ભજવશે. ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત આયોજિત આ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સમાજના વિવિધ વર્ગો સુધી સેવાઓ પહોંચાડીને સંવેદના સાથે અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરાશે
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
