News of Thursday, 26th November 2026
શ્રી સ્વામિનારાયણ મંદિર, ટ્રેન્ટ ખાતે નવનિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતિય દિવસે આધ્યાત્મિકતા સભર વિવિધ કાર્યક્રમો યોજાયા
મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ તથા વિવિધ ગ્રંથોની પારાયણની મહાપૂજા, વાંચનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર ટ્રેન્ટ ખાતે નવ નિર્માણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતિય દિવસ ધાર્મિક ઉત્સવની સાથે આધ્યાત્મિક જાગૃતિ, સંસ્કાર અને સત્સંગના મૂલ્યોને ઉજાગર કરતો ભવ્ય પ્રસંગ યોજાયો.
મહોત્સવના દ્વિતીય દિને પ્રભાતના પવિત્ર સમયે ભગવાનના દિવ્ય દર્શન, આરતી, ધૂન અને પ્રાર્થનાથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મંગળા આરતી એ દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવાની પવિત્ર પરંપરા છે, જે જીવનમાં શ્રદ્ધા, ભક્તિ, શાંતિ અને સદાચારના પ્રકાશને પ્રગટાવવાનો સંદેશ આપે છે. મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ તથા વિવિધ ગ્રંથોની પારાયણની મહાપૂજા, વાંચનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર, પવિત્ર યજ્ઞવિધિ, પૂજન અને પ્રાર્થના દ્વારા ભગવાનના ચરણોમાં સમગ્ર મહોત્સવ અર્પણ કરવામાં આવ્યો હતો. યજ્ઞની પવિત્ર જ્વાળાઓ ત્યાગ, સમર્પણ, શુદ્ધતા અને કલ્યાણની ભાવનાનું પ્રતીક બની ભક્તોના હૃદયમાં આધ્યાત્મિક ભાવના જગાડી હતી. યજ્ઞમાં સહભાગી બની સંતો અને ભાવિકો ભગવાનના આશીર્વાદ, સુખ-શાંતિ, સત્સંગ અને આધ્યાત્મિક ઉન્નતિની પ્રાર્થના કરી હતી. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ - લંડનની મધુર સૂરાવલિઓ દ્વારા વાજતે-ગાજતે, ભક્તિગીતો, જયઘોષ અને ઉત્સાહભેર સભામંડપમાં આગમનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ શુભ પ્રસંગે સૌ શ્રોતાઓને પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વચન સૌ ભાવિકોને ભગવાનના આશ્રયમાં જીવન જીવવા, સત્સંગમાં દૃઢ રહેવા, ધર્મ અને સંસ્કારોનું પાલન કરવા, નિઃસ્વાર્થ સેવા કરવા તથા સમાજમાં પ્રેમ, એકતા અને સદભાવના જાળવવા પ્રેરણા આપી હતી. સંતો અને મહાનુભાવોની પાવન ઉપસ્થિતિ આ પ્રતિષ્ઠા મહોત્સવની આધ્યાત્મિક ગરિમાને વધુ ઉજ્જવળ બનાવી હતી.
આ પાવનકારી અવરે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ - શૈલેષભાઈ દાવડા વિગેરે મહાનુભાવો, યજમાનો તથા દેશ વિદેશના હરિભક્તોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
