News of Wednesday, 8th July 2026
વિધિ કરવાના બહાને ૭૦ વર્ષના વૃધ્ધે ૧૭ વર્ષની સગીરા સાથે બે વખત દુષ્કર્મ આચર્યું!
દત્તક પુત્રીનો ગુસ્સો શાંત કરવા પિતાએ વૃદ્ધને વિધિ કરવા બોલાવ્યા હતાં ઘરના રૂમમાં એકલતાનો લાભ લઈને લીંબુ ઉતારી કૃત્ય કરનારની ધરપકડઃનરાધમની હરકતો સગીરાએ રૂમમાં ગોઠવેલા મોબાઇલમાં લાઈવ કેદ થઈ

વડોદરા,તા.૦૮: શહેરમાં અંધશ્રદ્ધા અને માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના ગત મોડી રાતે પોલીસ ચોપડે નોંધાઈ હતી. જે અંતર્ગત ઘરની દત્તક પુત્રીનો ગુસ્સો ઓછી કરવા અને તેનું મન શાંત કરવા માટે માતા-પિતાએ જે વૃદ્ધ પર ભરોસો મૂકીને ઘરે બોલાવ્યો હતો, તે જ ૭૦ વર્ષના વૃદ્ધે પૂજા-વિધિના બહાને ધો.૧૧ની વિદ્યાર્થિનીને પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી ગઈ છે. જોકે, સગીરાએ સૂઝબૂઝ દાખવીને કરતૂતનો વીડિયો ફોનમાં કેદ કરી લીધો હતો, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના પヘમિ વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાની સગીર વવની દત્તક પુત્રીના વર્તનમાં સુધાર લાવવા અને તેનો ગુસ્સો શાંત કરવા માટે ધાર્મિક વિધિ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે વૃદ્ધ નરેન્દ્ર દિનકર ભટ્ટ (ઉ.૭૦, રહે.શાનસુધા ફલેટ, ગોત્રી)નો સંપર્ક કર્યો હતો. પુત્રીના પિતાને મંદિરમાં દર્શન કરવા જતા ટાંશે આ વૃદ્ધ સાથે પરિચય થયો હતો. જે બાદ નરેન્દ્ર ભટ્ટ ગત ૧૪ જૂનથી ૪ જુલાઈ વચ્ચે સગીરાના ઘરે ચારેક વખત વિધિ કરવા માટે આવ્યા હતાં. નરેન્દ્ર ભટ્ટે ઘરના એક રૂમમાં સગીરા સાથે વિધિ કરી હતી. બીજી અને ત્રીજીવાર ઘરમાં એકલતાનો લાભ લઈને બાહ્મણે લીંબુ ઉતારી સંગીરા સાથે શારીરિક છેડછાડ શરૂ કરી હતી. પવિત્ર વિધિના નામે વૃદ્ધે આટલેથી જ નઅટક્યો પણ તેણે બંધ રૂમમાં સગીર વિદ્યાર્થિની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પ્રથમવારની વિધિ બાદ બાહ્મણની કરતૂતોથી હેબતાઈ જવાને બદલે સગીરાએ હિમત પૂર્વક કામ લીધું હતું. ત્રીજી વિધિ પહેલાં પીડિતાએ રૂમમાં એક જગ્યાએ પોતાનો મોબાઈલ ક્ષેન છુપાવીને ગોઠવી દીધો હતો. ત્રીજી વાર વિધિ કરવા તેના ઘરે ગયેલા નરેન્દ્ર ભટ્ટે જ્યારે ફરી કૃત્ય આચર્યું, ત્યારે તેની તમામ કાળી કરતૂતો તે ક્ષેનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ આઘાતમાંથી બહાર આવીને પીડિતાએ સમગ્ર ઘટના અંગે અને ફોન રેકોર્ડિગ વિશે તેના માનેલા ભાઈને વાત કરી હતી. ત્યારબાદ દત્તક
પુત્રીના આ મિત્રએ તાત્કાલિક સગીરાના માતા-પિતાને બંધ રૂમમાં બનેલી આ ચકચારી ઘટના અને વીડિયો પુરાવા વિશે વાકેફ કર્યા હતા. પોતાના ઘરે જ દીકરી સાથે થયેલા આ અન્યાયને જોઈ માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ તાબડતોડ પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતા, જ્યાં પોલીસે પીડિતાની હરિયાદના આધારે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી નરેન્દ્ર ભટ્ટની આજે પરપકડ કરી હતી.
માનેલા ભાઇએ પીડિતાને ફોન આપ્યો હતો
માતા-પિતાની બીકને કારણે દત્તક પુત્રીએ જે તે સમયે ઘરમાં કોઇને વાત કરી ન હતી. પીડિતાએ નરેન્દ્ર ભટ્ટના કૃત્યની વાત સૌપ્રથમ તેના માનેલા ભાઇને કરી હતી. જેથી તેના ભાઇએ પીડિતાને ફોન આપ્યો, જે અંગે એક તબક્કે તેના માતા-પિતા ૫ણ અજાણ હતાં. આ ફોનમાં રેકર્ડ થયેલી ઘટના પીડિતાએ તેના ભાઇને બતાવી હતી.
પોલીસે વૃદ્ધને બ્રાહ્મણની આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, જામીન નામંજૂર થતા તેને જેલ હવાલે કરાયો હતો. આ ગુનામાં પોલીસે પીડિતા અને વૃદ્ધનો મોબાઇલ ફોન તપાસ માટે જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે પીડિતાના મિત્રની પણ પૂછપરછ કરી હતી.
તાંત્રિકો કે વિધિઓનો સહારો લેનારા માટે લાલબત્તી
ગુસ્સો કે માનસિક તણાવ જેવી સમસ્યાઓ માટે તાંત્રિકો કે વિધિઓનો સહારો લેનારાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. આ પ્રકારની સમસ્યા હોય તો પ્રોફેશનલ કાઉન્સિલર કે ડોક્ટરની મદદ લેવી હિતાવહ છે. કારણકે અંધશ્રદ્ધામાં આવીને અજાણ્યા પુરુષો સાથે દીકરીઓને એકલી મૂકવી ભારે પડી શકે છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
